________________
સુધી પણ પહોંચવું પડશે. મૂળ પ્રવાહ જ્યાંથી નીકળે છે ત્યાં પહોંચીને આપણે કામ કરવાનું છે. કેશી ગણધર અને ગૌતમ સ્વામીના સંવાદમાં આ પ્રશ્ન ઉપર વિચાર-વિમર્શ થયેલો છે. ગૌતમ સ્વામી કહે છે કે સૌથી પહેલાં મનને જીતો. મનની ચંચળતાને સમાપ્ત કરો. મનની ચંચળતા સમાપ્ત થતાં કષાય સમાપ્ત થઈ જશે. મન ચંચળ હોય છે ત્યારે કષાયો - ક્રોધ, માન, લોભ અને માયા તેમાં ઊભરાય છે. મન શાંત તો કષાયો શાંત.
આચારાંગ સૂત્રમાં પણ આ બાબત ગંભીર ચર્ચાવિચારણા થયેલી છે. સૂત્રકાર કહે છે કે એ કેવી રીતે સંભવે કે શરીર હોય અને છતાંય ઇન્દ્રિયો પોતાના વિષયો ગ્રહણ ન કરે ? બહારથી શબ્દ આવે તો કાન ઝીલી લેવાના. કોઈ દૃશ્ય દેખાયું કે આંખમાં એ પ્રતિબિંબિત થઈ જવાનું. વિષયોને રોકી શકાતા નથી. રોકી શકાય ઇન્દ્રિયોને, પણ તે કેટલા સમય માટે ? બહારના વિષયોને ગ્રહણ ન કરવાની વાત કેટલાક વિચારકોએ કરી છે પણ તે શક્ય નથી. હા, થોડાક સમય માટે ઇન્દ્રિયોને વિષયોને ગ્રહણ કરતાં રોકી શકાય પણ તે સર્વથા શકય નથી. જીવનભર તો તે ન જ થઈ શકે. તો પછી કરવું શું ? શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. જે-જે વિષયો ઇન્દ્રિયોને સહજ પ્રાપ્ત થાય છે તેની સાથે ચેતનાને ન જોડો. તેના ઉપર રાગ-દ્વેષ ન કરો. પછી વિષયોમાં મનને ચલિત કરવાનું, ભ્રમિત કરવાનું ઝાઝું જોર નહિ રહે. એક માર્ગ છે વિષયોના અગ્રહણનો જે પૂર્ણ રીતે શક્ય નથી પણ બીજો વિકલ્પ છે અનાસક્તિનો જે સુલભ છે, અસરકારક છે અને છતાંય સાધનામાં વધારે વ્યવહારુ રહે
છે.
વિષયો ઉપર રાગ-દ્વેષ ન કરવાની વાત તો ઠીક લાગે છે પણ તે શક્તિનું સંપાદન કરવાનું કામ વિકટ છે. વિચાર કર્યો કે ઇન્દ્રિયોના વિષયો પ્રતિ અનાસકત રહીશું એટલાથી કંઈ કાર્ય નહિ થાય. વાસનાના પ્રવાહને રોકીશું કેવી રીતે, તેનું નિર્મૂલન કેવી રીતે કરીશું, તેમાં ફેરફાર કેવી રીતે કરીશું એ વિષે સૂત્રમાં ખૂબ ઉપયોગી ચર્ચા કરવામાં આવી છે. એ માટે કહેવામાં આવ્યું છે કે એવી સત્તાની ઉપાસના કરો કે જ્યાં શબ્દ
ઇન્દ્રિય સંવર
Jain Educationa International
For Personal and Private Use Only
૫૧
www.jainelibrary.org