________________
વાણીનો સંવર કર છે
આપણો સમગ્ર સંસાર શબ્દનો સંસાર છે. શબ્દ વિના સંસાર નભતો નથી કે તેનો વિસ્તાર પણ થઈ શકતો નથી. જગતમાં જે કંઈ પ્રવૃત્તિ ચાલે છે તે શબ્દને સહારે થાય છે. શબ્દ ન રહે તો સંસાર ન રહે. શબ્દ વિના વિચાર નથી, વિચાર વિના સંસાર નથી. તેથી તો શબ્દને બ્રહ્મની સમકક્ષ ગણ્યો છે. જેમ બ્રહ્માદ્વૈતવાદ એક દર્શન છે તેમ શબ્દાદ્વૈતવાદનું પણ દર્શન છે. શબ્દનું અદ્વૈત એ જ શબ્દ પરબ્રહ્મ છે. શબ્દ જ સર્વ કંઈ છે. જગતમાં જે કંઈ દેખાય છે તે બધો શબ્દનો વિસ્તાર છે. આ વિચારધારા, એટલી તો પ્રબળ રહી કે ઘણી જગાએ તો મન કરતાં શબ્દની વધારે મીમાંસા થઈ છે. ' શબ્દનું મહત્ત્વ સર્વધર્મોએ સ્વીકાર્યું છે. મોટા મોટા તત્ત્વચિંતકોએ શબ્દની કયારેય અવગણના કરી નથી. આરાધના માર્ગમાં શબ્દના સંયમ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે. તો આ શબ્દ શું છે ? એની શક્તિ
ક્યાં છે ? એનો આવિર્ભાવ કેવી રીતે થઈ શકે, તેને સાધનામાર્ગમાં કેવી રીતે વાળી શકાય ઇત્યાદિ બાબતો જાણવી ખૂબ જરૂરી છે. શબ્દ એ અક્ષરોનું સંયોજન છે. શબ્દોચ્ચાર થતાં ધ્વનિ સંભળાય છે અને પ્રકંપન વિના ધ્વનિનું સર્જન થઈ શકતું નથી. આમ જોઈએ તો આખો સંસાર પ્રકંપનોનો સંસાર છે. સંસાર એટલે જ પ્રકંપનો. આપણી દરેક વિચાર, – ૫૪
- મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org