________________
પણ ભાન નથી. જેને ભાન થાય છે, જે ખુશ થાય છે, જે નારાજ થાય છે તે તો અંદર બેઠેલો છે. ઇન્દ્રિયો તો ફક્ત બારીબારણાંની જેમ છે. બારીબારણાં ખુલ્લાં હોય તો તેમાંથી સારી વસ્તુ પણ અંદર આવે અને ખરાબ વસ્તુ પણ અંદર આવે. ઈન્દ્રિયોને સારી વસ્તુ કે ખોટી વસ્તુ સાથે કંઈ લેવા-દેવા નથી. ગામમાં કોઈ નાનું હોય તો તે દ્વારા સારું પાણી પણ આવી શકે અને ગંદું પાણી પણ તેમાં જઈ શકે. દોષ નાળાનો નથી. અંદર કયું પાણી છોડવામાં આવે તેના ઉપર બધો આધાર છે. કેટલાક વિચારકોએ એમ વિચાર્યું કે આ ઇન્દ્રિયો દ્વારા ખરાબ વિષયો અંદર આવે છે માટે ઇન્દ્રિયોનાં દ્વાર બંધ કરી દો જેથી ખરાબ વસ્તુઓ, ગંદકી અંદર ન આવે. જો આ વાતનો સ્વીકાર કરીએ તો આંખ બંધ કરી દેવી પડે, કાનના પડદા તોડી નાખવા પડે, જીભને કાપી નાખવી પડે. પણ આ કંઈ ઉપાય છે ? જે બારણામાંથી ખરાબ વસ્તુઓ આવે છે તે જ બારણામાંથી સારી વસ્તુઓ પણ અંદર આવી શકે છે. તે બાબ વસ્તુઓને રોકવા બારણાં બંધ કરીશું તો પછી સારી વસ્તુઓને આવવાનાં દ્વાર પણ બંધ થઈ જશે.
મનને બહેકાવનારું રૂપ આંખ દ્વારા અંદર આવે છે તો મનને પ્રસન્ન કરનાર ઈશ્વરની મૂર્તિનું દર્શન પણ એ જ આંખ દ્વારા થઈ શકે છે. કાન. ગાળો અને ગંદી વાતો અંદર લાવી શકે છે તો એ જ કાન દ્વારા ઈશ્વરભક્તિનાં ગીતો અંદર આવી શકે છે, સાધુ-સંતોની વાણી પણ કાન જ સાંભળીને અંદર મોકલે છે. શાસ્ત્રોનું શ્રવણ-વાંચન-નિદિધ્યાન બધું કરવામાં ઇન્દ્રિયો જ સહાય કરે છે. જે પગ ગંદા બજારમાં લઈ જાય તે જ દેવમંદિરે પણ લઈ જઈ શકે. જે હાથ કોઈને મારી શકે તે જ હાથ કોઈને ઉગારી પણ શકે. આમ, બધી ઇન્દ્રિયોના વિષયોનો વિચાર થઈ શકે. તો આ પરિસ્થિતિમાં ઇન્દ્રિયોનાં દ્વાર બંધ કરવાનું યોગ્ય નથી. એટલે કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાની વાત બરોબર નથી. તો પછી એવી વ્યવસ્થા વિચારવી રહી કે જે ખરાબ - ગંદા વિષયોને અંદર આવવા ન દેતાં તેમને બહાર રાખે અને સારા - જેમાં આત્માનું હિત રહેલું છે એવા વિષયોને અંદર આવવા દે. ભગવાન મહાવીરની સાધનાપદ્ધતિમાં આ ઈન્દ્રિય સંવર
૪૭ ––
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org