________________
(ચ
)
કાયસંવર િિહ
પુરાણા જમાનાની વાત છે. એક રાજાને ચાર રાણીઓ હતી. રાજા પ્રવાસમાં ગયા અને સમય ધાર્યા કરતાં વધારે લાગ્યો તેથી ચારેય રાણીઓએ ખેપિયા મારફતે પોતપોતાના પત્રો મોકલાવ્યા. રાજા પ્રવાસેથી પાછા ફર્યા અને કુટુંબનો નાનકડો દરબાર ભરાયો ત્યાં તેમણે કીમતી ઘરેણાં અને આભૂષણોનો ઢગલો કર્યો. તેમાંથી એક અમૂલ્ય હાર મોટી રાણીને આપ્યો. મોટી રાણી રાજી રાજી થઈ ગઈ. પછી સુવર્ણનું એક સુંદર કડું કાઢીને બીજી રાણીને આપ્યું. તે પણ કહું જોઈ ખુશ થઈ ગઈ. કડું બેનમૂન હતું. ત્યાર પછી નૂપુરની એક જોડી કાઢીને ત્રીજી રાણીને આપી. નૂપુરની નાજુક ઘંટડીઓનો રણકાર સાંભળી રાણીનું દિલ પણ નાચી ઊઠ્યું. ત્યાર પછી ઘરેણાંનો જે ઢગલો બાકી રહ્યો હતો તે રાજાએ નાની રાણીને લઈ જવા કહ્યું. આ વાત સાંભળતાં જ ત્રણેય રાણીઓ ગુસ્સામાં આવી ગઈ અને તેમણે રૂસણાં લીધાં. રાજા ગમે એટલું મનાવે પણ માને નહિ. રાણીઓ કહે તમે અમને અન્યાય કર્યો છે. નાની રાણી તરફ પક્ષપાત રાખ્યો છે. છેવટે રાજાએ આ વાત મંત્રીપરિષદ સમક્ષ રજૂ કરવાનો નિર્ણય કર્યો અને બધી રાણીઓએ મને-કમને તે બાબત સ્વીકારી.
મંત્રીપરિષદ સમક્ષ આખી વાત રજૂ થઈ. દરેક રાણીએ પોતપોતાની રીતે રાજાના પક્ષપાતભર્યા વલણની સામે ફરિયાદ કરી. છેલ્લે – ૨૨ –
– મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org