________________
આમ તો પ્રાણની ઘારા શરીરમાં બધે જ વહે છે પણ તેનાં ખાસ કેન્દ્રો છે ત્યાં એનો વિશિષ્ટ રૂપે સંચય થયેલો હોય છે અને ત્યાં એનું કાર્ય પણ ખૂબ મહત્ત્વનું હોય છે. જીવ માતાના ઉદરમાં આવે છે કે તુરત જ સૌ પ્રથમ તે પોતાનું શરીર બનાવવા માંડે છે અને તે માટે સૌથી મહત્ત્વની અને આવશ્યક પ્રક્રિયા થાય છે તેને પર્યાપ્તિ કહેવામાં આવે છે. આવી છે પર્યાપ્તિઓનું જ્ઞાનીઓએ વર્ણન કર્યું છે જે પ્રાપ્ત થયા વિના - પૂર્ણ થયા વિના જીવ પોતાની આગળની યાત્રા શરૂ કરી શકતો નથી. આ છ પર્યાપ્તિઓ છે – આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને મન:પર્યાપ્તિ. આ બધી પર્યાપ્તિઓ ઊર્જાનાં વિશિષ્ટ કેન્દ્રો છે અને ત્યાં પ્રાણશક્તિનો આવિર્ભાવ થાય છે. જો કે ઊર્જાનું મૂળ કેન્દ્ર તો આપણી સાથે આવેલું સૂક્ષ્મતર તૈજસ શરીર છે. તેના વિના તો આ પર્યાપ્તિઓ પણ પૂર્ણ ન થઈ શકે.
પ્રાણશક્તિ શરીરમાં બધે જ વહે છે પણ જ્યાં જ્યાં એનું કાર્ય વિશેષ રહે છે એ ક્ષેત્રને આધારે પણ પ્રાણને નામ આપવામાં આવે છે. જે જોવામાં સહાય કરે તે ચક્ષુ-ઇન્દ્રિય પ્રાણ, જે સાંભળવામાં મદદ કરે તે શ્રોત્ર-ઇન્દ્રિય પ્રાણ વગેરે. આપણે જે પર્યાપ્તિઓની વાત કરી તેમાં અમુક પર્યાપ્તિઓનું કાર્ય થઈ જતાં આપણે તેનાથી સભાન નથી રહેતા પણ જે સતત કાર્યશીલ રહે છે અને જેની પ્રતીતિ આપણને હંમેશાં થતી રહે છે તે બે પર્યાપ્તિઓ ખૂબ મહત્ત્વની છે. તેને કાર્યરત રાખતી પ્રાણધારા છે શ્વાસપ્રાણ અને મનઃપ્રાણ. સાધનામાં આ બે પ્રાણનું ખૂબ મહત્ત્વ છે. સાધક આ પ્રાણધારાઓને નિયંત્રિત કરીને સાધનામાર્ગમાં આગળ વધે છે. તદુપરાંત શરીરમાં એવાં પણ વિશિષ્ટ સ્થાનો છે કે જ્યાં પ્રાણશક્તિનો વધારે પ્રાદુર્ભાવ થાય છે જેના ઉપર પણ સાધક પોતાનું લક્ષ કેન્દ્રિત કરે છે. આવાં ત્રણ સ્થાન છે - એક તો હૃદય જેને ઓજશક્તિનું પરમ સ્થાન ગણવામાં આવે છે. યોગીઓએ ત્યાં અનાહત ચક્રને અવસ્થિત માન્યું છે. બીજું મુખ્ય સ્થાન છે નાસાગ્ર-નાકનો અગ્રભાગ. ત્રીજું મુખ્ય સ્થાન છે નાભિ. આ ત્રણેય સ્થાનો ઉપર પ્રાણશક્તિ વિશેષ રીતે પ્રગટ થાય છે. – ૩૨
મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org