________________
બન્ને સૂક્ષ્મ શરીરોની શક્તિ પણ અનંત છે અને તેથી તો તે અનંતા અનંત શક્તિના પુંજ જેવા આત્માને પણ ઢાંકી દે છે અને તેની શક્તિઓની આડે અવરોધ ઊભો કરે છે. જો આત્મા આ બન્ને શરીરોથી મુક્ત થઈ જાય તો જ આપણે તેની અનંત શક્તિઓનો આવિષ્કાર કરી શકીએ. આ બન્ને સૂક્ષ્મ શરીરોની આગળ આપણું સ્થૂળ શરીર રહેલું છે જે આપણે જોઈ શકીએ છીએ અને તે દ્વારા આપણે સુખ-દુ:ખની અનુભૂતિ કરી શકીએ છીએ. આ સ્થૂળ શરીરને ઔદારિક શરીર તરીકે ઓળખવામાં આવે છે. આ શરીર દ્વારા આપણે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આ શરીર જ જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત થાય છે. આ શરીરમાં રોગ થાય છે અને તેના દ્વારા જ ભોગ ભોગવાય છે. તેથી આપણે જે કંઈ કરીએ છીએ તે આ શરીર કરે છે તેમ ગણીને તેને જવાબદાર ગણવામાં આવે છે. જીવનની સફળતા-નિષ્ફળતા, સારાશ-ભૂંડાશ, ગુણ-અવગુણ બધા માટે સામાન્ય રીતે આપણે આ શરીરને જશ-અપજશ આપીએ છીએ. પણ વાસ્તવમાં તો આ શરીર અંદરનાં બે સૂક્ષ્મ શરીરો કર્મ શરીર અને તૈજસ શરીર વિના કંઈ જ કરી શકતું નથી. તો પછી આ સ્થૂળ શરીરને માથે કર્તૃત્વ અને ભોક્તત્વનું આરોપણ કેવી રીતે થઈ શકે ? આ સ્થૂળ શરીર તો ખૂબ અલ્પજીવી છે અને તેની પાછળ રહેલાં બે સૂક્ષ્મ શરીરો અને તેનીય પાછળ રહેલ ચૈતન્યનો વિચ્છેદ થતાં તે જડ લાકડા જેવું થઈ જાય છે અને પછી તેને બાળી મૂકવામાં આવે છે કે દફનાવામાં આવે છે.
એક વખત આપણે આ સૂક્ષ્મ શરીરો અને સ્થૂળ શરીરની સંલગ્નતા સમજી લઈએ તો પછી આપણે સ્થૂળ શરીરને માથે ખોટું દોષારોપણ નહિ કરીએ; છતાંય સ્થૂળ શરીર પણ ખૂબ મહત્ત્વનું છે. આ શરીરોની વ્યવસ્થા સમજીને આપણે સ્થૂળ શરીરની અવગણના કરવાની નથી પણ તેને તેનું યથાયોગ્ય સ્થાન આપી તેની પાસેથી અનુકૂળ કામ કઢાવી લેવાનું છે. સાધના માટે સ્થૂળ શરીર ખૂબ જરૂરી સાધન છે. આપણી ચેતના, કર્મ શરીર, તૈસ શરીર બધાં છેવટે આ ઔદારિક શરીરનો આશ્રય કરીને આ ભવમાં રહેલાં છે પછી તેની અવગણના કેમ કરી શકાય ?
น
Jain Educationa International
મહાવીરની સાધનાનો મર્મ
For Personal and Private Use Only
www.jainelibrary.org