________________
ત્રણ
શરીરનો સહયોગ /
આપણી પાસે જેટલી શક્તિઓ છે એ બધી શક્તિઓની અભિવ્યક્તિ શરીરના માધ્યમ દ્વારા જ વ્યક્ત થાય છે. આપણા ચૈતન્યનું સંવાહક શરીર છે. આપણા કર્તૃત્વ તેમજ ભોક્તત્વનું ભાન આપણને શરીર જ કરાવે છે. શરીરની સહાય વિના આપણે કંઈ કરી શકતા નથી, કંઈ પામી શકતા નથી. આ રીતે શરીર ખૂબ મહત્ત્વનું સાધન છે. તેમ છતાંય કેટલાય ધર્મપુરુષોએ શરીરને ઘણું નિંદ્યું છે. જે શરીર આટલું ઉપયોગી છે તેની આટલી બધી નિંદા યોગ્ય છે કે નહિ તે વિચારવાલાયક બાબત છે.
શરીર આમ તો જડ છે. તેને પોતાનો કોઈ ગમો કે અણગમો નથી. શરીર જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે પોતાની ઇચ્છાથી નથી કરતું. શરીરની પાછળ જે ચૈતન્ય શક્તિ પ્રવર્તમાન છે એ તો પ્રકાશના પુંજ જેવી છે. ચેતનાનો સ્વભાવ છે પૂર્ણ જ્ઞાન, અસીમ શક્તિ અને અતિ આનંદ અને તે પણ વ્યાબાધ વિનાનો આનંદ. જ્ઞાન, દર્શન, વીર્યોલ્લાસ અને અવ્યાબાધ સુખ આત્માના ગુણો છે. તેને અનંત ચતુષ્ટયી તરીકે ઓળખવામાં આવે છે. આમ છતાંય અનંતનો સ્વામી દીન અને હીન બનીને સંસારમાં આથડે છે કારણ કે તેની આ અનંત શક્તિઓ આવૃત
મહાવીરની સાધનાનો મર્મ
૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org