________________
ललितादुःखदर्शक
[
5 .
-
~
પ્રિયંવદા–ઠીક છે, ત્યારે વળી રહીશું. હવે મારે જવાને સમય થશે માટે ગાડી મંગાવો. તમારી વદને કાંઈ પણ લખ્યા વિના ચાલે એવું નથી, માટે લખજો, કે, એક માસ પછી તેડવા એકલીશું. બીજું આડું અવળું કાંઈ ભૈડશે નહિ.
નંદનકુમાર–બહુ સારું, તમારી મરજી છે, તે એટલું લખીશ, પછી થઈ રહેશે. (બારિયેથી માળી) અલ્યા, મારી! એ મારી ! ગાડી લાવ,
માળી–તૈયાર છે સાપ
પથીરામ-નીચે ઉતરી પડતાં, એકલો.) ઠીક છે, લલિતા પાસે ગયા પછી તારી વાત.
પ્રિયંવદા–ગાડી આવી; જે હવે જાઉં છું પણ પેલા રૂપિયા મોકલવાને ભૂલશો નહિ. હું છળદાસને તમારી પાસે મેકલીશ, તેને સુખેથી આપજે. લો, સલામ છે હવે. તમારી વહુને કાગળ હું લઈ જાઉં છું બીજી વાર મળશે ત્યારે પાછા આપીશ. ( જાય છે. )
નંદનકુમાર–(નિશ્વાસ નાંખીને સ્વગત) બાઈ તો ગયાં. લાવ તારે, પેલે કાગર ગયડી કાહાડું. (બારિયેથી) અલ્યાં મારી ! એ મારી. માળી–-આબે સાપ ! ( પ્રવેશ કરે છે.),
નંદનકુમાર–કોષયુક્ત) સાપ, સાપ, કોને કરે છે? સાપ તારો બાપ, આપ્યા. ( તેને લપડાક મારે છે) જા, લાવ મારી લેખણુપેટી. માળી–( બાળ પંપાળતો) ભૂલ્યો સાપ, ભૂલ્ય. આ લાવ્યો.
(પેટી લાવી મૂકી જાય છે.) નંદનકુમાર-(૫ટી ઉપાડી લેખણે તપાસતાં કેટલીકની કતો નખ ઉપર ફસકાવી નાખતાં) એને ઘડનારો મરે એને. કંકી દે છે, ને છેવટે એક લેખણવડે ચાળા કરતો કાગળ લખે છે.) સને કાંઈ નહિ સ-વ-સ-ત-ફ-રી, રીને પાંચ ડાળી-રી એ તે થયા સવસારી, ચંપાન-ગરી, મા, જેવી બા તેવી મા, મા ને કાનો માતરમ (મા) (જીભ કાપાડતો લખ્યાં જાયછે) બાઈ શરીપચ બાઈબા, બને એક માતર કાને છે (બા); ઈ, ઈને વરેડ છું (ઈ) (લખ્યાં જાય છે.) જે-ગોપા-૨; ૨(અટકી જાય છે ) ચચ્ચાની પડી, છછા વઘા પિદો, જજે જેર વાણિયે, ઝઝારાની શેરી ખાઉં. નન્નો ભાટ મેલે, મમ્માજીનું માટલું, ને રાજીને રોટલો હાં, હાં, હવે સાંભર્યું. એ તો થયા જે-ગો-પાર ( લખ્યાં જાય છે.) નંગ ૧, એકડે એક, મેહતાજીને ભાગ્યો ઢકે, કા ઉપર ધાણી, ને મેહેતાજીની વહૂ છે કાણી; એ એકડે એક (લખ્યાં જાય છે તે પૂરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com