________________
ઘરા છે . ]
ललितादःखदर्शक.
ભચકણિયાં ને કાપ કાનમાં પહેરેલાં બહુ શોભતાં હતાં, ને આ વાંકના બધા હીરા છે ચકચક થતા હતા, તે જોઈને મને અદેખાઈ આવી, તે ધાર્યું, છે. આ બધું મારી પ્રિયંવદા પેહેરે તો બહુ સારું શેભે. પણ શું કરું, તે ઘધેિ મારે ઉપાય નહોતે. તમારી મરજી નહોતી તેથી એની સાથે બે વાત પણ કરી નથી. જેનું કામ નહિ તેનું નામ શું ? પ્રિયંવદા ! તમે બધું પહેરે જોઈયે કેવું દેખાય છે?
પ્રિયવહા-એક પછી એક પહેરતાં.) અરે ! આ કાપ લોહીવાળો છે? તમે એને ઘાટ ઘડીને તો નથી આવ્યા?
નંદનકુમાર—એ તો એમ થયું. જે, એ મારા ભણું આવી, તે મેં લાત મારીને નીચે પાડી, ને ત્યાં પણ બહુ લાત મારી. એક લાત કાન ઉપર વાગી તેથી આ બધાં મોતી એના ગાલમાં પેશી ગયાં હતાં તેથી લોહીવાળાં થયાં છે.
પ્રિયંવદા–ત્યારે તે તમે ખૂબ રોફ માર્યો દેખાય છે તેની શું? પણ તમે એકલી મૂકીને આવ્યા છે, તે એ જાગશે, ને તમને દેખાશે નહિ, ને તપાસ કરતાં ઘરેણું જોશે, ને તે દેખશે નહિ, તે પછી પૂરી ફજેતી થશે.
દિનકુમાર—એ તે પારવની ઉઘે છે. પહેલી રાતે ઉંધી નૂતી તે. ને તે ઉષ્ય તે. જાગ્યો તારે એને બહુ ઉઘેલી દીઠી, એટલે આ બધું ઘરેણું આમ આગળ મૂકયું હતું તે લુગડામાં લપેટીને પાછલે બારણે અને છે ત્યાંથી નીકળી આવ્યો. તમને ખબર જ છે તે, જે, મારી સૂવાની જગ્યા પાછલા ભાગમાં છે, તેથી બારોબાર જઈયે, આવિયે, કે ગમે તે કરિયે,
તે પણ કોઈ જાણે કે કરે. - પ્રિયંવદા–(કાન દઈને) નનકુમાર ! જુની, નીચે આપણું કમાડ કંગ છે કે છે ? મને લાગે છે, કે છળદાસ આવવાનો હતો તે આવ્યો હશે. (નંદનકુમાર જાય છે એટલે પોતાના મનમાં. ) આ બધું ઘરેણું ઘણું મૂલ્યવાન છે. નંદનકુમારને બધો પૈસો આપણા કબજામાં આવી ગયો છે. એની સ્ત્રીને પાસે કિંમતી ઝવેર છે એવું છળદાસે કહ્યું હતું, ત્યારથી એમાં. જીવ પેઠે હતે, તે પણ ઘણું ખરું હાથ આવી ગયું. આ મૂર્તિને સ્પર્શ કરવો આપણને ગમતું નથી, ત્યારે હવે ખાલીખમ થયેલાને રાખીને આપણે કામ શું છે? અરે, આ ઘરેણું બધું મેં સંતાડી દીધું નહિ તે ભૂલ કરી. હવે તે એ આખ્યા, પણ ચિન્તા નહિ. આમાંથી હવે છળદાસને અધો ભાગ - પ્ર નથી. મારા ભાગના પેલા પંદર હજાર રૂપિયા આપશે નહિ, ત્યાં સુધી ધરેણુમાંથી ભાગ આપવાને ટેલ્લા દઈશ, ને રૂપિયા મળ્યા, એટલે છળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com