Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 79
________________ પ્રાથો. ] -રિતાદુઃવવા. ૭૮ છે, ત્યાંથી લઈ આવું છું. તમે બેસજો. (રસ્તામાં જતાં જતાં.) ઘરેણાને માટે પ્રિયંવદા માણસ મોકલે એવી નથી; કેમકે તેના વિના તે બેસી રહેલી નથી, તેમ છતાં, કુભાંડી આવ્યો છે, એ જરા શક પડતી વાત લાગે છે. પ્રિયંવદા મને કહેતી હતી, કે, છળદાસ ઘણો લુચ્ચો માણસ છે, જેમાં તેમાં ભાગ પડાવે છે, ને ઘણું પ્રકારના છળ કરે છે માટે એના ઉપર ભરોસે રખાય એમ નથી. ખરે, અહિયાં પણ એની વર્તણક મને એવીજ લાગી હતી. જ્યારે એ માણસ એવે છે ત્યારે એના સાગરીત અને હેરક પણ એવાજ હોય એમાં નવાઈ નહિ. પ્રિયંવદા કડક કાગળ લખવાને આળશી જાય એવી નથી. માટે એમાં કપટ તે નહિ હોય ? મને લાગે છે, કે, બારબાર દાગીના ઉડાવવાને માટે છળદાસે ઘાટ રમ્યો હશે. હું ઠગાઈ જાઉં એવી કાચી પિચી નથી. પણ અરે, પણે ખારવા લોકો આવડી નહાની ઝુંપડીમાં શી ઘાલમેલ કરે છે? ચાલ જોઉં તો ખરી. प्रवेश ४ थो. ચીઝ, હારવાની ઘર. કેટલાક ખારવા, એક સ્ત્રી. પહેલે ખાર–ઓ કેહવા રે કેહવા, રૂ લાવ, રૂ. ભારી દીજિયે, ભારી. બીજે ખારે–પહેલાંથી ભારે હાનું જે પાણી કાઢે, પાણી, જે પેટ ફૂલેલું. પોરી ભરી ચાલી જે. બીજે ખારે–અરે કેહવા, દેતવા લાવ, દેતવા. બીજે ખાર–(દેવતા લાવે છે તે શેકવા માંડે છે.) જો જે રે ભાઈ ! બળે નહિ, જરા દાઝી તે ચિંતા નથી. ચંદ્રાવલી–(પ્રવેશ કરતાં સ્વગત.) આ કોઈ સુંદર સ્ત્રી કશી પડેલી જશુયછે. શી મુખની કાન્તિ છે ! પણ મહા દુઃખથી બેભાન થઈ પડેલી છે. ( પ્રસિદ્ધ પણે ) અરે ! તમે આ બાઈને ક્યાંથી લાવ્યા છો? પહેલે ખારે–આવ બાઈ, આ તારી હગી લાગે છે કે હું જે તું ખબર લેવા આવેલી ? અલ્યા ભાગ મેલે, આવવા દો એને. બીજે ખાર–બાઈ, અમે મારવા નથી લાએવા, પણ મરતી ઉ. ગારી છે. એ તો અમે અમારું હાડકું લઈને નદી પાર જતાતા કને, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104