________________
ललितादुःखदर्शक.
[
પ
.
-
~
ખાવામાં ફળ નથી. (બ્રાહ્મણે પ્રવેશ કરે છે.) આજે તે આ બ્રાહ્મણે શ્રી કરીને આવ્યા છે, તેમને દક્ષિણ આપી, સાથે લઈ દર્શન કરવા જાઉ છું.
( બ્રાહ્મણો પૈકીનું ફલ આપી આશીર્વેદ ભણે છે અને દક્ષિણા લઈ જાય છે.)
- પ્રવેT ૨ ગો.
स्थळ, चंपानगरीनी भागोळ.. લલિતા–ઓહ! કેટલું બધું અથડાઈ ત્યારે આજે ચંપાનગરીનો પ લાગ્યો, પેલા વટેમાર્ગનું કલ્યાણ થજે, જે એણે મને સીધે રસ્તે પાડી. નહિકર અત્યારે ક્યાંય અરણ્યમાં ફાં મારતી હોત. ચાલતાં દિવસ પણ ઓછા થયા નથી. વારું હવે ઘણી ધાસ્તી રહી નથી. ઓહ! મારા નગરને દવંજે પેલો સામે દેખાય, પણ તે અત્યારે બંધ છે. રાત્રિ તો અર્ધી ગઈ છે એટલે બંધ હાયજ. ઠીક છે, આટલા દિવસ વગડામાં રાતવાસે રહ્યાં, ત્યારે એક રાત્રિ નગરની ભાગોળે પડી રહીશું, તે કાંઈ વધારે લાગવાનું નથી. અરે આ તો કઈ નવું સ્થાન થયેલું દેખાય છે. વાહ ! શી શેભાયમાન બાંધણી છે! અરે ! મારા નગરની આસપાસ સારો ફેરફાર થયો, ત્યારે મારી સ્થિતિનો નક્ારો ફેરફાર થયો. અત્યારે મારાં માબાપ શું ધારતાં હશે ? તેને ખબર હશે, કે, અમારી છોકરી ભાગોળ લગી આવી છે; પણ દર્વજો બંધ છે તેથી રાતવાસે રેહેવાને નિર્ભયસ્થાન ખોળેછે ૧ ના રે તે બિચારાં ક્યાંથી જાણે! વારં, મારી પ્રિય સખી પ્રભાવતી અહિ હશે કે સાસરે? એને કેટલે બધે દહાડે મળીશ! તે મને જશે અને મારા દુઃખની વાત જાણશે, ત્યારે કેટલી બધી દુઃખી થશે. અરે ! આજ ભાગોળેથી હું સાસરે જવા નીકળી ત્યારે કેટલો બધો દબદબો હતો ! કેટલા બધા લોક એકઠા થયા હતા. તે સમયે મારા મનમાં કેવી આશા હતી ! ને આજે હું કેવી નિરાશ થઈ ગયેલી અને દુખિયારણ થઈ પડી છું. મારે પથીરામ તે દિવસે કેવી ઉલટથી મારી સાથે આવ્યો હતે. હું પાપણું, તેને વગડામાં ઘાથી છુંદાઈ ગએલો, અને લેહી લવાણ થઈ ગયેલી, સ્થિતિમાં પડતો નાખીને ચાલતી થઈ હતી. અરે મારા પંથીરામ ! તે મારે માટે બહુ સહન કર્યું, ને મહા મુલ્યવાન તારો પ્રાણ પણ ભારેજ માટે તે છે. હું નગરમાં જઈશ, ને તારી સ્ત્રી અને છોકરાં આશાભર મળવાને આવશે, તેમને હું શું ઉત્તર આપીશ ! અરે ભગવાન, જેમ જેમ હું નગર પાસે આવતી ગઈ, તેમ તેમ ભારે પગ ભારે થવા લાગ્યો અને દિલ ગભરાયું તેનાં આ જ કારણું. અરે, મારા સંબંધી જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com