________________
કચેરા: થો. ]
જિતાતુર.
૯
હું શું કહીશ. અરે! એને છોકરે એના પંથીબાપા માગશે તો હું ક્યાંથી આપીશ? (રડે છે.)
જીવરાજ–દીકરી! તું બળાપ કર મા. એનાં બાયડી છોકરાંને સદા આપણે પાળીશું.
લલિતા–પણ પિતાજી, પંથીરામની જગ્યા આપણાથી નહિ પૂરાય, અરે, એને અહિ બોલાવી લાવો. (એક જણ બોલાવવા દોડી જાય છે.)
કમળા–દીકરી! મારી વહાલી દીકરી! તું આમ રડી રડ કરીશ તે થાક ને દુઃખની મારી વળી વધારે લેવાઈ જઈશ. જા ભાઈ, કોઈ એની સખીને બેલાવી લાવે, જે એ એને જરા સમજાવે. (એક જણ જાય છે.) લલિતા-શું મારી પ્રભાવતી અહિ આવી છે?
જીવરાજ–હા, બાપુડી ! તે આવી ત્યારની તારું મોત જાણીને, બીચારી સરીને અધ થઈ ગઈ છે.
કમળા–અરે, એનાથી ઘરમાં પગ તે શાને મૂકાય, પણ આપણું બારણુ સામું જુવે છે, કે મને દેખે છે, તો એનાથી રડી જવાય છે. અરે બેહેન! અમને કાંઈ ઓછું થતું નોહતું, પણ એના બળાપા સાથે જ્યારે અમારી બળતરા મેળવતાં ત્યારે તે ઘણો વધી પડતો. પ્રભાવતી–( બૉશ કરીને.) એ મારી પ્રિય સખી! (તેને વળગી પડે છે.)
લલિતા–(વળગીને ખુબ રડયા પછી.) એ મારી પ્રાણુસખી, તું પણ સાસરે જઈ આવી, ને હું પણ સાસરે જઈ આવી. તું તો ડી વેળાને માટે આવી, પણ હું તો હવે સદાને માટે આવી. સખી મારા સંસારની સમાપ્ત થઈ ચૂકી છે પ્રભાવતી–મારી પ્રિયસખી, તું શું કહે છે, આ તે શી ગજબની વાત !
લલિતા–જગતમાં જેટલો ગજબ હોય તેટલે સમરાઈને મારા ઉપર મુજ છે. સખી, માતા, પિતા, મારું હૈયું એટલું બધું ઉભરાઈ આવ્યું છે, કે તે ખાલી કયા વિના અમુઝણને ડચૂરો મારા પ્રાણ રૂંધી નાંખશે.
પ્રભાવની–સખી, તારા હૈયાનો ભાર તું ખાલી કરી દે, અને અમને વહેંચી આ૫.
લલિતા–અરે, મને સાસરે વળાવી હતી નહિ તો આનાથી જીવાત પણ મારી બધી આશા હવે ધૂળ મળી ગઈ (બેસે છે.) હું સસરાને ઘેર વજઈને બેઠી, કે મારી સાસુ નણંદે મારી સાથે કજિયે માંડયો, મારા સસરા પેલા નાશી ગયેલાને ખાળવા ગયા હતા, તે આવ્યા પછી તે દુખિયારાએ પોતાનો ઘણે બળાપ જણાવ્યો. અરે, એ બિચારા પેલિયેના દુઃખથી સદાના બળેલા છે. પણ હવે તો તેમની બળતરાને પાર નહિ હોય. ઘર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com