Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 97
________________ ઘરા ૪ . ] ૪િતાદુઃારા, જીવરાજ–અરે, ત્યારે શું પુરવિયાની સાથે લડતાં તે ભરાયે? ( લલિતાહા પિતાજી, મારું રક્ષણ કરવા જતાં તે ભરાયો. અરે, તે વેળાને એને ભયંકર અને ગાભર દેખાવ મારી દષ્ટિથી ખસતું નથી. પથીરામ! પંથી રામમારા વાહાલા પંથીરામ ! પથીરામની સી–(પોતાના છોકરા સહિત પ્રવેશ કરીને રડતાં) અરે! મારા ધણુને શું થયું? મારો અવતાર કેમ જશે? લલિતા–બાઈ ! મારે માટે એ મરાયે, તે મારે અપરાધ ક્ષમા કેરજે. છોકરા, બાપુ, મારા ભાઈ ! તારા પંથીબાપા મારે માટે મુઆ જાણી, તું તારી નિર્દોષ આંતરડી કકળાવીને મારા ઉપર નિશ્વાસ નાંખીશ નહિ. અરે, એ નિશ્વાસની જવાળાએ બળી જતાં પણ ભારે છૂટકો નહિ થાય. છેક (રક્તાં) મારા થીબાપાને તમે ના લાવ્યાં; તે શું પછવાડેથી આવશે? લલિતા–ભાઈ! હવે હું તને શું ઉત્તર આપું. એણે મારે માટે પ્રાણાયા છે. અરે મારું દુઃખી કાળજું કરાઈ નથી જતું? અરે! તે વૃંદાઈ જાઓ કે આ કાળના દુઃખમાંથી હું છૂટુ. બાપુ ! તારા થીબાપા મારા પ્રાણ માટે આવી શકતા હોય તે મને દુઃખ ઓછું લાગે, એના જેવા સ્વામીભક્ત માટે, મારા પ્રાણ આપવાને હું તૈયાર છું. - પથારામની સ્ત્રી-(૨ડતી રાતી) બેહેન ! જે થયું તે થયું. અમારા - - ભાગ્યમાંથી એ જવાના હતા તે તે બીજી રીતે પણ જાત, તે કરતાં, પે તાના ધણીની સેવા કરવામાં તે મુઆ છે, તે તેથી મને જરા સરખો પણ દિલાસો છે. પ્રભાવતી–અરે, એ મુઓ નથી, પણ જગતમાં પિતાનું નામ અમર કરી ગયો છે. ધણીની ચાકરી કરતાં એને વિત્યાની વાતો દષ્ટાન્તમાં અપાશે અને એને કીર્તિદેહ બંધાયેલો રહેશે. બાઈ! તમે વધારે બળાપ કરે નહિ. લલિતા ! તારી કર્મકથા આગળ ચલાવ. લલિતા–(ઉઠીને) એક પર્વતપુરીન–અરે, ઓહ, મારું કાળજું ચંપાઈ જાય છે. ઝાઝું નથી બેલાતું. અંહ, ઓહ. સાર એ જે, મહાકષ્ટ વેઠતી અહિ આવીછું. ( અમળાઈ પડે છે અને પછી કેટલીક વાત છાને માને - ભાવતીને કહે છે.) કમળા–બાપુ, ઈશ્વર તને સાહાટ્ય થયા. ( તેને ઝીલી રાખે છે.) પ્રભાવતી–હા. ઈશ્વર એને આ વેળાએ સાહાય થયા એટલુંજ નથી પણું એ દ્વારે બહુનું કલ્યાણ થશે; કેમકે એની વીતક વાત સાંભળીને અવિચારથી પિતાની વાહાલી દીકરિને દુ:ખદરિયામાં નાખનાર તેમનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104