Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 101
________________ વે છે . ] અર્જિતાદુર્વવા. ૧૦૧ લલિતા–(ધીરે રહીને) સખી, મારાથી છવાયું છે તે તમને બધાને મળવા, અને આટલું તમારી સર્વની આગળ કહેવાનેજ. બાકી મારામાં હવે કશી શકિત રહી નથી, કાંઈ જીવન રહ્યું નથી. મારા કરી આપેલા જીવનની સાથે મારું બધું જીવન ગયું. (જુસ્સાથી) અરે ! આ પ્રમાણે મારા જેવી હજારે અને લાખ લાચાર છેકરિયે દુઃખી હશે તેની દાઝ કાઈ દીલે લેતું નથી. પશુ દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં જાય.” અરે ! આવી નિર્દોષ દીકરિયાના ત્રાસ લેનારા, પિતાના ઘરની ખાટી પ્રતિષ્ઠા વધારવાને માટે નામના કુલીન પણ રાક્ષસ, પાપી, ચંડાલ, અને પતિત પતિને પરણવીને, ગરીબ અબળાઓને દુઃખમાં નાંખનાર પાપિયેના ઉપર બ્રહ્માંડ ટૂટી પડજે, અને જગતમાં વર્ષાદ વરસવાને બદલે પરમેશ્વરના કોપને વષદ ટૂટી પડજે, (અતિશય સોશિત થઈ જઈને) કે તેમની શુદ્ધિ ઠેકાણે આબેથી અમારી કકળતી આંતરડીને વધારે કકળાવતાં અટકી પડે, અરે ! એ ! અરેરે ! ઓ ! પ્રભુ ! ખોળે લેજે. (સાશિત થઈ નીચે પડે છે.) જીવરાજ–અરેરે ! આ શે ગજબ! (૨ડે છે) પ્રભાવતી–દુઃખભડકાથી બળી જતે જીવ હવે ઉડી ગયો. એ સખી! તું આવું કહીને બળતરા કરવાને શું કરવાને આવી રે. (૨ડે છે. ) કમળા–( રડતાં) એ દીકરી ! આ દુઃખડામ તો તે સજજડ બેસાડ્યો, ને તારાં માબાપને દુઃખની ચિતામાં બળતાં નાંખીને નાશી ગઈરે દીકરી. (બધાં કલ્પાંત કરે છે.) પ્રભાવતી–મારી છાતી ઘણી ભરાઈ આવે છે. દુઃખના આવેશમાં કાંઈ બોલવાનું મને મન થાય છે. અરે પિતા અને માતાઓ, ભાઈ અને બહેનો! તમારી સર્વેની આંખો આંસુથી ભરાઈ ગઈ છે. તે ઉપરથી તમારે લલિતા ઉપરને પ્રેમ જણાઈ આવે છે, તમારાં સર્વનાં મન હવણું ગળગળિત થયાં છે, પણ આવાં દુઃખ ઘણું અબળાઓ સહન કરે છે, અને તેનું કારણ તમારી અણસમજણ વિના બીજું કાંઈ નથી. નઠારા ચાલતા આવેલા ચાલથી જે નુકસાન અને દુઃખ થાય છે, તે જોવું હોય તો આ મારી સખીને જુવો. મારા મનમાં આપણું રીત ભાતને ઘણે ધિ કાર આવ્યો છે, માટે તમને કાંઈ પણ કહ્યા વિના મારું હૃદય ઉકળતું હેઠે બેસશે નહિ. આવેશમાં અગ્ય બેલાય તે ક્ષમા કરજે. કેટલીએક –િરે પ્રભાવતી ! તમે સત્ય કહે છે. તમારે જે કહેવું હેય તે કહે કે, એકલપેટા પુરૂષોની આંખ ઉઘડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104