Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press
View full book text
________________
ઘર પ.]
સ્ત્રિાહુહ.
સસરાને સ્વામિ આવ્યા ઘેર પાછા, તેપણ કંકાસ તેમ; ઘાટ જુવે એવા કુલીનના ઘરને, કુલીન કેવાં એવાં કેમ? અરે દુઃખ૦ ૭ વરને વાલ કરી મળવા ગઈ તે, ઢળી પડી મારી લાત; એક વાગી કાનના કાપ પર તે, જુવો તેની ગાલે ભાત. અરે દુઃખ૦ ૮ કોણ માબાપની કોણ હું કન્યા, કે મળ્યો અને કાન્ત ! સંસારમાં સુખ સાસરે શોધતાં, કેવી રડી હું એકાત. અરે દુઃખ ૮ ખંમા ખમા કેવા માણસ મુજને, પિયરમાં સુખને ન પાર;
ભીલી થઈ મૂર્ખ નાથ મળ્યેથી, રડવું રહ્યું ચોધાર. અરે દુઃખ. ૧૦ હું અબળા મારૂં જોર શું ઝાઝું, દુઃખની મારી સૂતી દૂર; ઉંધી ત્યારે મારી ગાંસડી બાંધી, કોહેની મારી શી કસૂર. અરે દુઃખ૦ ૧૧ વગડાની વાડીના ધરમાં મૂકી મને, છૂટી તે પાસે ન કોય; પાછળ એક પુરવિ પડે, તેણે પકડી પાડી, નાઠી તોય. અરે દુઃખ૦૧૨ કા'ડી કટારી કે મારું છું તુજને, મળતો આમાં તુજ નાથ; પણ છડું જે તે માન્ય કરે મારૂં, થઈ ભારી રેહે મુજ સાથ. અરે દુઃખ૦૧૩ શૂનું વચન ભૂS ક્રોધ ચડ્યો મને, પણ મારું શું ત્યાં જોર; લાજ લેવા ધો આવી અંગે તેવો, પાછળથી થયે શેર. અરે દુઃખ ૧૪ મુજ સ્વામિ, સસરાને શોધવા કાજે, પ્રેર્યો હતો પંથીરામ; આવી અચાનક એણે અડાવ્યો, પણ તેથી કથળ્યું કામ. અરે દુઃખ. ૧૫ મારામારીમાં ભરાયો તે જોઈને હું પણ થઈ બેશુદ્ધ; પર્વતપુરીને રાજ આવ્યો ત્યાં, તે પણ એવા અબુદ્ધ. અરે દુઃખ૦ ૧૬ મારી પુરવિયાને, પટરાણું કરવા, લઈ ચાલ્યો પિતાને પુર; કેદ કરી મુને મેહેલમાં જઈને, પાસે નદી ભરપુર. અરે દુઃખ૦ ૧૭ જાળવવા લાજ જાવું મેં ધાર્યું, પણ નાસવાને ન ઠામ, ઉંચી અગાશી ઉપરથી પડી હું, નદીમાં લઈ રામનામ. અરે દુઃખ૦ ૧૮ હાથ ચડવું લાકડું પાણી પીતાં, બાઝી, ભૂલી પછી ભાન; ત્યાંથી ગઈ કયાં, કોણે મુને કાડી, તેની નથી શુદ્ધ સાન. એ દુખ૦ ૧૮ વર મારાની વાલી વેશ્યાની બેની, શુદ્ધિ આવ્યું જેમાં પાસ; કર્મને જેમ કે આવી બનિયે, ઉપજ્યો અતિ મને ત્રાસ. અરે દુઃખ૦ ૨૦ મારી કને કુડાં કર્મ કરાવા, વેસ્યાને હું વિચાર; સાંભળીને હૈયાસુની થઈ હું, આંખે ચાલી આંસુધાર. અરે દુઃખ૦ ૨૧ એકાંત મેડીથી નાશી જવાને, મધરાત ગઈ જે વાર; છોડી પલંગની પાટી બાંધીને નીકળી ચાલી પુર પાર. અરે દુઃખ ૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104