________________
૮૬
અતિરુણા .
[ અંક બૌ.
૧
છે.
બાર વિનાના, દામ, ઠામ, ને હામવિનાના, અને પિતાના કુછંદી હૈયા વિનાના, હવે તે એકલા મતને આશરે પડ્યા હશે. એમના સારા સ્વભાવને લીધે મને એમની ઘણી દયા આવે છે. અરે ! હવે એમનું શું થશે? પ્રભાવતી–ત્યારે શું નંદનકુમારને કાંઈ થયું છે?
લલિતા–હા સખી, ખાડે ખોદે તે પડે. હવણું હું બધું કહું છું, પણ પિતા, મારા સસરાની તમે સંભાળ લેજો. એ દુખિયારાને દુઃખમાંથી તારવાને તમે એને આશરે આપજે. એમના દીકરાએ એમનું સર્વસ્વ ઉ. રાડી દઈને એમને દરિદ્રતાની રાખે રખેળ્યા છે.
જીવરાજ–બાપુ! તું એમની ચિંતા કરીશ નહિ. હું મારી જાતે એમની પાસે જઈને જે કહેશે તે આશરો આપીશ, અને દુઃખ મટાડીશ.
લલિતા–પણ પિતાજી! એમના મનને ભડકો તમે શી રીતે ઓલવશે? અરે મારા કાળજામાં હવે જેવી હોળી ઉડી છે, એવી એમના હૈયામાં ઉઠી હશે તે તમારાથી નહિ ઓલવાય.
કમળા-નંદનકુમારરૂપી લાય મારા કાળજામાં લાગી તેમ તેનામાં પણ લાગી હશે. અરે ભગવાન્ ! આ તે શે કેપ?
લલિતા–સખી, એ મૂર્ખ, અભણ, અને સર્વે દુર્ગણના ભરેલાને મારી જરા પણ દયા આવી નહિ. એણે વિનાપરાધે મારા ઉપર કપીને મને આ ગાલ ઉપર લાત મારી તેથી હજી પણ મેતીની ભાત મારે ગાલે ઉડી રહી છે. પ્રભાવતી–નઠેર, દુષ્ટ.
લલિતા–અરે એટલેથી મારે ટકે ન કર્યો, પણ લાતોને પ્રહાર એટલે બધે કર્યો, કે હજી તે મને સાલે છે અને મારા પેડુમાં અતિશય કળતર થાય છે. અરે, એટલાથી તે ધરાય નહિ. હું જરા શુદ્ધિમાં આવી ત્યારે એક જંગલમાંના ખંડેરમાં ગાંસડીમાં બાંધેલી જણાઈ અને કલ્પાંતથી છટી.
જીવરાજ-ઉંઘમાં તને ગાંસડીમાં બાંધીને ચંડાળ લઈ ગયો હશે. લલિતા–એની વાહાલી ગણિકા અને દુષ્ટ છળદાસે મળીને એ બધી ગોઠવણ કરી હશે.
જીવરાજ–તારા મરી ગયાને કાગળ પણ એમણેજ જાડો લખ્યા હશે. લલિતા–હા, એમજ થયું હશે. પણ મને મારી નાંખવાને જેને કહેલું તે પૂરવિયે, એ બધાને ઠર કરીને, મારી પછવાડે ધા. અરે. એ કાળમુખાને સંભારતાં હું કંjછું. એ મને એગ્ય વચન કહેવા લાગે, ને હું ગભરાવા લાગી, તેવામાં મારા પંથીરામને પેલા ની શોધ કરવા મોકલ્યો હતો તે અચાનક ત્યાં આવી પહોંચ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com