________________
ललितादुःखदर्शक.
[ અંક
.
ચંદ્રાવલી–હું તને નથી ઠગતી. ખરું કહું છું, કે, હું તને મારવાની નથી, ને કોઈ પ્રકારે દુઃખ પણ દેવાની નથી. ઉલટી મારી પાસે તું સુખી થઈશ. - લલિતા--( એક ટશે ને ટશે તેના સામે જોઈને) એ તે તમે, તમે, તમે. અરે, મારી સાથે ઠગાઈ શું કરવાને કરો છો? મેં તમારું કાંઈ બગાડયું નથી ને?
ચંદ્રાવલી–હું સાચેસાચું કહું છું કે હું ઠગાઈ નથી કરતી. તું મને પ્રિયંવદા સમજીને જે કહેતી હોઉં તે હું પ્રિયંવદા નથી, પણ ચંદ્રાવલી છું.
લલિતા–ત્યારે હું ક્યાં છું?
ચંદ્રાવલી–તું કનકાપુરીમાં મારા ઘરમાં છું. કોઈ વાતે ધાસ્તી - ખીશ નહિ. લલિતા–અરે, પર્વતપુરી તે હેય?
કાવલી–ના, એ તે અહિથી ઘણે આ રહી. લલિતા–ત્યારે તે સ્નેહપુર હશે. ચંદ્રાવલી–એ તો બહુજ આવે રહ્યું. લલિતા–તમે નક્કી પ્રિયંવદા નહિ?
ચંદ્રાવલી–નક્કી હું પ્રિયંવદા નથી. મારું હે એના મો જેવું છે, તેથી તમે ભૂલા ખાઓ છો.
લલિતા–તમે પ્રિયંવદા નથી તે એનાં સગાં હશે.
ચંદ્રાવલીહા, હું એની બેહેન થાઉં છું. પણ તું કહે, પ્રિયંવદાથી કેમ ડરછ
લલિતા–( ગભરાતાં) હું ડરતી નથી; પણ એને ઓળખું છું તેથી બેશુદ્ધિમાં એની ને એની વાત બલી ગઈ હઈશ. તમને કાંઈ આડું અવળું કહેવાઈ ગયું હોય તે ક્ષમા કરજે. મને લાગે છે, કે, પ્રિયંવદાની સ્નેહપુ૨માં જેવી પ્રખ્યાતી છે તેવીજ તમારી અહિ હશે.
ચંદ્રાવલી–તમારી કૃપાથી અહિ મારી બરાબરી કરી શકે એવી બીજી કોઈ નથી, તેમાં વળી તમે મારા ઘરમાં આવ્યાં, એટલે આપણા . ઘરની શોભામાં હવે બાકી રહેશે નહિ. આપણે જે ધારીશું તે હવે કરી શકીશું. હવે તમે હોંશિયારીમાં સારી પેઠે આ વ્યાં તે ઠીક થયું. મારો
જીવ ઘણે બળતો હતો. તમારું નામ જાણવાને ઈચ્છું છું તે કૃપા કરીને - કહે, ને તમે નદીમાં તણાયાં તેનું વૃત્તાંત પણ કહે, કે તે સાંભળી. ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com