________________
प्रवेश ६ हो.]
ललितादुःखदर्शक.
'૮૫
દેખું છું; અરે ! ત્યાં જવાનો રસ્તો મારે માટે ક્યારે ઉઘડશે? વિજળીના તેજથી પણે મેં કઈ પુરૂષ દીઠે. તે મારે પગલે આવતો જણાય છે. એ કોણ હશે? અરે એ લગભગ આવી પહોંચ્યા. ચાલ, ધબકારા વાગે નહિ એમ ત્વરાથી દેડી જાઉં, વળી થાકીશ ત્યારે ધીમે ચાલીશ, પણ અહિ સપડાઈ ગઈ તો ભોગ મળશે.
प्रवेश ६ छो.
થ૪, ૪. કુભાંડી–ભૂતના ભડકા થતા જોઈને હું ખમો , એટલામાં તે, એ કોણ જાણે કયાંય પાર પડી ગઈ. અધૂરામાં પૂરું વળી વીજળી પણ થતી નથી, તેમ એને પગના ધબકારા પણ સંભળાતા નથી. એ તે કઈ દિશા ભણું ઉતરી પડી હશે ? હવે પત્તે હાથ લાગ્યો છતાં, એને જતી મેલવામાં કાંઈ માલ નહિ. છળદાસના હાથમાંથી છટકેલી દેખાય છે, તેથી હું જે એને પકડી, પૂરી કરી, કાંઈ નિશાની લઈ જાઉં, તે મારું માન વધવામાં કાંઈ બાકી રહે નહિ. તાલ જેવાને ચંદ્રાવલીના ધરની પડોશમાં એક બાજુએ લપાઈ રહ્યા છે આટલા લાભ થયે; પણ ખરે, એ ઘણી પક્કી જથાય છે. એ એટલી બધી બેહાલ હતી તેમ છતાં, કેવી યુક્તિ કરીને નાશી ચાલી ! ચંદ્રાવલી જાણશે તે ચકિત થયા વના રેહેશે નહિ. પેલા ભૂતના ભડકાથી હું તે છળી ગયો, ને કતરાતી નજરે જોત જોતે આડે રસ્તે ચો, પણ એની હિંમતને ધન્ય છે, તે હરણની પેઠે છલંગે ભારતી ચાલી ગઈ. વળી બીકની મારી રતવાઈ ચાલશે, માટે જે આપણે અહિથી થાક્યાના ગાઉ કરીશું તો હાથમાં આવશે નહિ, તેથી પછવાડે ચાલવુંજ જોઈયે. આ રસ્તો હોટ છે, ને આમ આડે વાડ અથડાઈ. ડાબી બાજુએ ચાલ્યો તે એક પછી એક બંગાં અટવાળી આવ્યાં; ઘોરી રસ્તા વચ્ચે એવું હોય નહિ. માટે આજ રસ્તો પાંશ જણાય છે, તેથી એ પણ આજ રસ્તે ચડી હશે; ચાલ હવે તે કકડાવીને આગળ.
લલિતા-(બવેશ કરીને) મેં પણ ગજબ કરે છે. અર્થી ઉંધતી અને અર્ધા જગતી સ્થિતિમાં પણ મેં આંખ મીચીને ચાલ્યાં કર્યું. દશ બાર વાર આડી અવળી વાડામાં પડી, ને આખું શરીર કાંટામાં સોરાઈ ગયું, ત્યારે તે ઉંધમાં મને લાગ્યું નહિ, પણ હવે ઘણું સાલે છે. અરે, મારે શરીરે કેટલા બધા ઉડા પડ્યા છે? લોહી તે ઉપર તરી આવીને ઠરી ગયું છે. વળી કાંટા તો શરીરમાં અર્ધા ભાગેલાજ પેશી રહ્યા છે. ખરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com