Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 83
________________ સહિતાવું:લ જિ. થઈ, તમને સુખ થાય તેમ કરૂં, કઈ વાતે તમે લલિતા—હું તમને માંડીને બધી વાત પછીથી કહીશ. હવણાં તા મારા જીવ ધણા અકળાયછે, માટે મને એકલીને અદ્ધિ સૂઈ રહેવા દો તે તમારા ઘણા પાડ માનું. प्रवेश ५ मो. ] મારા દુઃખમાં ભાગિય અસૂઝાશા નહિ. ૩ ચંદ્રાવલી-વારૂં ત્યારે હું તમને ગભરાવાને જરા પણ રાજી નથી, તમે સુખેથી અહિં સૂઈ રાહા. આ ખાવાનું દાસી તૈયાર મૂકી ગઇ છે તેમાંથી રૂ પ્રમાણે જરા ખાશે તે હેાંશિયારી આવશે. હું આ બારણાં સાચવીને માગલા ખંડમાં સૂઇ જાઉ છું. ( જથū. ) લલિતા—મને શું આ સ્વમ આવ્યું ! મેં કાની સાથે વાત કરી ! અરે સ્વપ્ત શાનું. પ્રિયંવદાની બેહેન વણાંજ બારણાં ભીડીને ગઈ. હું પાછી શી પડી. અને હું નદીમાંથી શાતે ઉગરી જે પાછી સપડાઇ ! મને જ ઓળખી તેા પછી મારા પુરા ભાગ મળ્યા વિના રહેવાના નથી. એ પ્રિયં વદાને નણુ કચ્યા વિના રહે ? કાઈ દાહાડા નહિ, મને એળખી નથી એટલામાં તેા હાઈ ગઈ, ને ગણકાના કસબ કરાવવાના વિચાર એકાએક સૂચવ્યેા. અરે ભગવાન! હું કાણુ, તે મારૂં આ શું થવા બેઠું છે ! પણ અહિ પલંગમાં પડયાં પડયાં વિચાર કચ્ચે સિદ્ધિ નથી મને સવારે પાછી પૂછ્યા વિના રેહેવાની નથી, ને હું ખરેખાત સપડાઈ જઇશ માટે અ ત્યારે નાશી જવાનું થાય તેા બહુ સારૂં. પેલી બારી ઉધાડીને જોઉ” વા, એ ક્યાં પડેછે ? ( જઈ ઉંધાડીને વેછૅ. ) આદ્ગા ! આ તે રાજમાર્ગમાં છે. અહિંથી કેમ ઉતરાય ? ઉંચું તે બહુ છે. કાંઇક બાંધવાનું મળે તે આ કઠેરાયે બંધાય એવું છે. રસ્તામાં લેાકાના જવર અવર નથી, સર્વે જળજંપ્યું છે. ધરતી રંડા તે આધેના ખંડમાં છે. વળી માંહની સાંકળ મેં દીધી છે, એટલે એનાથી. અવાય એમ નથી. ચાલ વારૂં, કાંઇ જડેછે ! શેાધું તેા ખરી. ( બધે ક્રાંઇક બાંધવાનું શોધેછે.) અરે, અહિ કાંઇ નથી. આ શયનગૃહમાં તે શું હાય ? એકેય લુગડું' પણ નથી, આ એક પાથરેલી ચાદર છે, પણ તે પહોંચે એવી નથી, એને ફાડીને સંધાડું તેપણુ કામ સરે એમ નથી. મારૂં પેહેરેલું લુગડું પણ કામમાં આવે એવું નથી. અરેરે, હવે શું કરૂં. ( ખાયે કરીને ડોકિયું કરેછે. ) પડતુ મૂ કું તે ઉગરાય એમ નથી; તે અહિ કાંઇ મળતું પણ નથી. જેઉં વારૂં બારણું ઉધાડીને, બાહારથી કાંઇ જડેછે ? ( ઉઘાડવા જાયછે. ) અરે ભગવાન્ ! બાહારથી સાંકળ ભીંડી છે. ખરેખરી હું સંકડામણમાં આવી, મારૂં હવે પણ જવા બેઠું. આ ધરમાં મને ગમે તે કરશે, પણ અહિં મારૂં કાણુ ખેલી ? અરે ભગવાન ! હવે હું શું કરૂં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104