________________
કરા ૨ ક. ]
ललितादुःखदर्शक.
મ0
૨ . स्थळ, पर्वतपुरीना राजानो मेहेल. લલિતા–રાજાની રાણિયોને રણવાસમાં પૂરી મૂકવાને હિંદુસ્થા. નમાં ચાલ સાંભળતી તે વાત ખરેખરી. આ મહેલમાં પેસવા નીકળવાનું માત્ર એકજ બારણું છે, તે વિના એકે બારી કહિ જોવામાં આવતી નથી; હવા અને અજવાળાને માટે માત્ર જાળિયે, ઉપરની બાજુએ જોવામાં આવે છે. છટકી જવાને બીજે એક માર્ગ નથી. હવે એક ઉપાય લાગું પડે એમ દીસતું નથી. આ ગાજવીજની ધામધુમમાં ઠેઠ ઉપલા માળ સુધી જઈ આવવાને, કોઈ દાસી અટકાવ કરી શકે એમ નથી. (એક પછી એક માળ તપાસતી ઉપર ચડતી જાય છે.) એક બારી નથી એટલે મેહેલની પાછળ શું હશે, એ જાણવામાં આવતું નથી; પણ પાણીની પેઠે ઘુઘુ થયાં કરે છે એ શું ? પછવાડે નદી તો નહિ હોય ? ચાલ હવે તો ઠેઠ ઉપર જાઉં. હાં! ઉપર તે ધાબું દેખાય છે. ઠીક થયું. હવે ચારે મગ શું છે તે જણાશે. શું જબરું ધાબું બાંધી લીધું છે ! આ ચાંદની ખાવાને માટે કરેલું જણાય છે, પણ વષૉઋતુ છે એટલે ઉપયોગમાં આવતું હોય એવી સ્થિતિમાં નથી;
બાજુએ છાતીપૂર ભીંતે ચણે છે, અને તે પહેળી છે એટલે ઉપર ચડયા વિના જણાય એમ નથી. (ઉપર ચડે છે.) અરે ! ખરે પાછળ તો નદી દેખાય છે આહા ! શું પૂર ચડયું છે ! હું આટલે ઉંચી ચડી છું, પણ પાણું ઘણું નીચું લાગતું નથી. મેહેલની પછીતની જોડાજોડ કિલ્લો આવ્યો છે, ને મેહેલ પણ ત્રણે બાજુએ કિલ્લાવતે આંતરી લીધું છે. વળી મેહેલને માત્ર એકજ ધાર છે એટલે તેમાંથી છટકાય એવું નથી; તે પણ ચેકીવાળા બધાય ઊંધી જાય, ને નીકળી જવાનું ધારિયે; તથાપિ કિલ્લાને દરવાજે પેલો ૫ણે જણાય, તે પણ એક જ છે, ને ત્યાં પણ ચેકી. આ તે કબજે ખરેખરો થઈ ગયો છે. પછીત ભણીને રસ્તો ઝાલ્યાવિના બીજો ઉપાય નથી પાણી તે ઘણું છે, પણ નીચેના માળ માંહેથી કોઈને પણ પછીતે બારી હોત, તો ત્યાંથી ભૂસકો મરાત, આ તે બહુ ઉંચું. ગમે તેમ છે. જેણે આટલો બધો કબજે કર્યો છે, તે હવે પિતાનું ધાર્યું કયાવિના છેડે એમ નથી. આ એકાંત મેહેલ, ને વળી તે રાજાને પતાન, અને જેની પાસે ન્યાય માગ છે તેજ રાજા અપરાધી, એટલે શું કરિયે ? જીવ જાય તો અત્યારથી, પણ લાજ જાય એ ખોટું. હું અબળા જાત. મારું શું બળ; માટે આટલી ઉંચાઈથી પણ નદીમાં પડવું એ વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com