________________
૭૮
૪િતાલુકા
[ અંક ૪ થો.
સિદ્ધ છે. પાણી બહુ છે, ઘણી ત્વરાથી વેહે છે એટલે પડીશ તેવી તણાયા વિના રહેનાર નથી. તરતાં આવડે છે એટલે ચાલતા સુધી ભરાશે તે નહિ, શેર બશેર પાણી પીવાયું તો ચિત્તા નહિ. તણાતાં કહિક તંડ હાથ લાગી જશે. તેમ કરતાં જીવ ગયે તે દુઃખમાંથી છૂટાશે. લે નદી ! તને ભોગ આપું છું. જય ઈશ્વર ! તું મારી લાજ રાખજે. (કાછડ વાળી ભશકો મારે છે.)
प्रवेश ३ जो. દશઝ, નવાપુરી.
ચંદ્રાવલી અને કુભાંડી, ચંદ્રાવલી–આ કુભાંડી, તમે ક્યાંથી ભૂલા પડ્યા? મારી બહેનની શી ખબર છે?
કુભાંડી–હું નેહપુરથી ચાલ્યો આવું છું. પ્રિયંવદા આનંદમાં છે. તેમણે કાલાવ્યું છે, કે, નંદનકુમારવાળી વાત જૂની થઈ છે. જેટલી ધાસ્તી ધારવામાં હતી તેટલી તે શું, પણ હવે જરા પણ રહી નથી, માટે તમે કોઈ પ્રકારે ઉંચો જીવ રાખશે નહિ. છળદાસ અને હું તમારી બહેનની સાથે આવ્યા હતા, ત્યારે એમણે તમારે ઘેર જે દાગીના મૂJયા છે, તે બધા મંગાવ્યા છે.
ચંદ્રાવલી–સંસાર પૈસાને સગે છે. બેહેન સરખીને પણ પૈસાની અધીરી આવે છે. એની પાસે આટલું બધું દ્રવ્ય છતાં પણ તૃપ્તિ નથી. વળી, એના દાગીના હું ક્યાં ખાઈ જવાની હતી, જે અધીરાઈ આણું તુરતા તુરત પાછા મંગાવ્યા? કાંઈ ચિતા નહિ. મારી પાસે શી કમી છે જે હું એના રાખું? એ એની મેળે પિતાની ગરજે મૂકી ગઈ છે.
કુભાંડી—ચંદ્રાવલી ! પ્રિયંવદાને દેષ શું કરવાને દે છે? તમારી અધીર આવી છે, તેથી મને લેવા મેકલ્યો છે, એમ નથી. પ્રિયંવદા ને છળદાસ આદિ લઈને શકવાળાનું ઘર, દંભરાજ શોધાવે તો માલ જાય, ને - જેતી થાય, માટે એમણે તમારે ઘેર માલ મૂકે છે, તે અધીર હોય તો મૂકે? પણ હવે ત્યાં બધું શાન્ત પડ્યું છે, ને શોધમશેધા થવાની હવે બીક નથી, માટે મને લેવા મોકલ્ય, એ ઉપરથી તમારી બહેનને વાંક કાહાડવા તમને ધટતો નથી.
ચંદ્રાવલી–ગમે તેમ છે. આજે બધા દાગીના તમારા સ્વાધીનમાં કરું છું. કેટલાક મારા ઘરમાં છે, ને કેટલાક એક મારા સ્નેહીને ત્યાં મૂકયા
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com