Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 72
________________ કિતદુઃ . [ અંગ છે. પૂરણમલને ડું આપીશું એટલે પતશે, ને સૂર્ય ઉગતા પહેલાં તે પાછા આવતા રહીશું, એટલે પછવાડે શી તજવીજ થાય છે, તે પણ આપણા જાણવામાં આવશે, ને આપણ ઘેરના ઘેર હઈશું તેથી આપણા ઉપર વેહેમ આવશે નહિ. ચાલો ઠીક થયું. (નંદનકુમાર ગાડી જેડી લાગે એટલે ધારણા પ્રમાણે ને લઈને નગર બહાર જાય છે.) કલાક થો. પ્રજ્ઞ ૧ . स्थळ, एक जूनी वाडीमां हवड हवेली. છળદાસ પૂરણમલ, નંદનકુમાર, પ્રિયંવદા, અને ગાંઠડી બાંધેલી લલિતા છળદાસ–પ્રિયંવદા ! આટલે લગી તે કામ સિદ્ધ થયું. વચ્ચે એક બાકી રહી જતું હતું તે પણ ચોકસ કરતો આવ્યો. લલિતાને શીશી સુંઘાડવાના કામમાં નંદનકુમાર વળગ્યા એટલે મેં બે કાગળ લખી દીધા. એક દંભ રાજના નામને જીવરાજ ઉપર લખ્યો, જે, લલિતાને સાપ દંશવાથી મરી ગઈ છે. ને બીજે નંદનકુમારના નામને એમના બાપ ઉપર ગોઠત આવે એવો લખ્યા છે. પ્રિયંવદા–એ કામ તે ખરેખરૂં ચોકસ કર્યું, એથી વધારે પૂછ. પરછ થશે નહિ. પણ લલિતાની ગાંઠડી જે ખંડમાં મૂકી આવ્યા છે તે બરાબર સાચવ્યો છે ખરે કે નહિ? પરણમલ–ઉસકો બાંધકે રખી છે, કીસતરેહસે ઓ રંડી ભાગ જાયગી બંધ કરનેકા અછો બંદોબસ્ત નહિ હૈ, સે ઐસીને ઐસી ૨ખકે આયાહું. છળદાસ–ત્યારે તો કાંઈ ચિન્તા નથી. પ્રિયંવદા ! કસુંબો બસુએ કહાર્ડ હોય તો કાહા. લે આ અફીણને રૂ, પેલું પાણી આણીને મૂકવું. નંદનકુમાર–લાવે એ બધું મારી પાસે. પ્રિયંવદા ! તમે તમારી મેળે જોયાં કરો. (કસુંબે તૈયાર થાય એટલે એક બીજાને પાયે પીછે, મીઠાઈ ખાધી પણ પૂરણમલે કશામાં ભાગ લીધો નહિ.) છળદાસ પૂરણમલ ! સૂર્ય તે ઉગે ને આપણે પાછાં જવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104