________________
સ્વિતા,વરી.
[ અંક
:
દાસને ઘાટ કરતાં ક્યાં આપણને આવડતું નથી ? મીઠાઈમાં કાંઈ ભભરાખ્યું એટલે પત્યું.
છળદાસ–મવેશ કરી, મિયંવદને શણગરાયલી જઈને. ) વાહરે પ્રિયંવદા ! તમે તે આ જે ખૂબ બન્યાં દેખાઓ છો ને શું? આ બધું નંદનકુમારે આપું હશે, શાથી કે લલિતાનું હોય એમ લાગે છે.
નંદનકુમારતમે ઠીક વર્યું તો ! એ બધું હું આપણી પ્રિયંવદા સારું લા .
છળદાસ ( મિવાને તર્જની ઉપર તર્જની મૂકી અર્ધ કરી બતાવતાં) ચાલો પ્રિયંવદા, તમે પેલા સેનાની ઉતાવળ કરતાં હતાં, તે આ અનાયાસે આવી મળ્યું. આજે માંડ આવ્યું તેનું કારણ પણ એજ, કે, સેનાવાળાએ વાયદો કર્યો હતો, તેથી આટલી બધી રાત જતાં સુધી ખોટી થયે, વળી બે ચાર દહાડાને વાયદો કરાયો છે. શું કરિયે, રૂપિયા અગાઉથી આપી. બેઠા છિયે એટલે જંપ વળતો નથી. (રૂમત ) ,દુ ચાલ્યું તો ચાલ્યું નહિકર થઈ પડશે.
પ્રિયંવદા–( સ્વગત) લુચ્યાએ પ્રપંચ ખરેખર રચવા માંડે છે, પણ કાંઈ ચિન્તા નહિ. (ચાસન) છળદાસ! એ તો બે દિવસ પછી તમે લાવજે, પણ નંદનકુમાર આ બધું લઈ આવ્યા છે, ને પેલી પણે જાગશે તે ભવાડા થશે તેનું શું કરવું?
નિંદનકુમાર–મેઈ, રાંડને મારી નાંખી હોય તો કેવું? હવે મારે બાપ મને તમારી પાસે ચાસન આવવાને મના કરી શકે એમ નથી.
છળદાસ—એ વાત મારે ગળે ઉતરી. સવારના પ્રહરમાં ઘરેણાની પૂછપરછ થયા વિના રહેવાની નહિ, ને ચેરીને માલ કહેવાય. એટલે વાત નગરમાં જાણ થાય, તેથી પ્રિયંવદા ! ના તમારાથી પહેરાય, કે ના મારાથી વેચાય. .
પ્રિયવદા–અત્યારે કાંઈ ઘાટ ઉતરે તો સારું. હાં હાં, મને સાંભર્યું. મારી પાસે બેભાન કરી દેવાની એક શીશી છે, તે જઈને સુંઘાડશે, એટલે કાંઈ જાણશે નહિ.
છળદાસ–રંગ છે પ્રિયંવદા, ઠીક શોધી કાહાડયું. લોકોને લૂંટવા તમે એને ઉપયોગ કરતાં હશે, તેથી સાંભરી આવ્યું. લાવો એ શીશી કયાં છે?
પ્રિયંવદા--આ મારી સાથે. (છળદાસને કાંડે ઝાલી બીજા ખંડમાં ઔષધની શાનું કબાટ હતું ત્યાં લઈ જાય છે, ને હળવે રહીને) જીવો, આ લાગ સારો આવે છે. આપણું ધાયા પ્રમાણે થયું તે પછી ખાલી થયેલા નંદનકુમારનું શું કામ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com