________________
બસ છે.]
જિતાડુકવા .
છળદાસ–તમારા કહ્યા વિના મારા વિચારમાંજ હતું. લલિતાને મારિયે ને એને જીવતો રાખિયે, તો એ વાંદરાની જાત, વાત બહાર પડયા વિના રહે નહિ તે. ચાલો, એને ઘાટ પાંશરે ઉતારીશું. (બંને, શીશી લઈ બહાર આવે છે. )
નંદનકુમાર–(શીશ હાથમાં લઈ ) આ સુંઘાડિયે એટલે મરી જાય ખરીકની જે એમ હોય તે જઈને સુંઘાડી દઉં. - છળદાસ–ના, એમ થાય એવું નથી. જુવો પ્રિયંવદા, સાંભળે, મને એક યુક્તિ સૂઝી. હું ને નંદનકુમાર આ શીશી લઈને તમારી ગાડીમાં બેશીને જઈયે છિયે. એમને ત્યાં બરોબર કોઈને ખબર પડે એમ નથી, એટલે લલિતાને બેભાન કરી નાંખીને એક ગાંસડી બાંધી, ગાડીમાં ઘાલાને. અહિયાં લઈને અમે આવિએ છિયે; તમે પણ તૈયાર ઉભાં રહેજે. અહિથી પાંચ ગાઉ ઉપર અસલની પેલી વાડી છે તેમાં એક જૂની હવેલી છે, ત્યાં જઈને ઘાટ ઘડીશું. અત્યારે દરવાજો બંધ હશે, પણ પૂરણમલ જમાદાર ત્યાં રહે છે તે આપણે મિત્ર છે, એને પણ સંધાથે લઈશું. - પ્રિયવદા–એને જણાવવાની તે કાંઈ અગત્ય નથી. વધારે કાને વાત જાય એમાં માલ નહિ.
છળદાસ–તમે સમજતાં નથી. જેનું કામ જે કરે, ન્હાનું કરૂં હોય. તે આપણાથી બને, ને આ કામ તે ભારે, તમે સમજ્યાંકની ? તે કોઈ જોરાવર વના બને નહિ. વળી આટલી રાતે હથિયાર ક્યાં શોધવા જઈએ એની પાસે તો તૈયાર હશે. તમારા ગાડીવાનને લેવાની પણ જરૂર નથી, એને ઉંઘતા મૂકીને હું કે નંદનકુમાર ગાડી જેડી, હાકીશું.
નંદનકુમાર–છળદાસ ! તમે જુગતી તે ઠીક શોધી કાહાડી, મારે ઘેર એને મારી નાંખિયે તો જણાઈ આવે. - પ્રિયવદા–છળદાસ ! મારે એટલે બધે આઘે આવવાની શી અગત્ય છે? આપણે ધાર્યું છે તે પ્રમાણે તમે તમારી મેળે ઘાટ ઉતારજે. પૂરમલ વિના ચાલે એવું ના હોય તો એને પણ લેતા જજે.
છળદાસ–ના, ના, તમારા વિના તે ના ચાલે. તમે જોડે તો એમ કહેવા ચાલે. જે સંલ કરવા જઈયે છઈએ. નહિકર વાત બહાર પડી આવે, માટે તૈયાર રહેજે. અમે જઈયે છિયે. (નીચે જઈ પાસે તબેલો હતો તે ઉઘાડી આપો નંદન કુમારને ઘોડે જોડવા માંય મોકલે છે ને પોતે પોતાના મનમાં ) આજે બધો લાગ પૂરેપૂરો આવ્યો છે. નંદનકુમાર ને લલિતા સાથે પ્રિયવદાનું પણ કાટલું કરીશું. એટલે પંદર હજારની ઉઘરાણી કરતી રેહેશે. ને આજે પહેર્યું છે તે બધુ ઘરેણું આપણું કબજામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com