Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 67
________________ કવૈસ - ભૌ. ] જસ્કિતા દુરા . લલિતા–અરે પ્રાણપતિ! મારા કાપનાં બધાં મોતી અને આ લીલમ મારા ગાલમાં પેશી ગયાં. અરે ! જરા સાચવીને એકે એકે કાહાડે. મારે હાથે નથી નીકળતાં. અરે! હું બહુ દુઃખી થાઉં છું. પહેડ ઉપરની લાતે તે મને પૂરી કરી હોત. અરે ! મને અતિશય કળતર થાય છે. બળતાના ભભુકી ઉઠે છે. તમે વિના અપરાધે મારા ઉપર આટલો બધે કોપ શું કરવા કરેછો? તમે કોમળ હૃદયના થઈને આવા ઘાતકી કેમ થાઓ છો? નંદનકુમાર-લે રાંડ, હું છટકી લે રાંડ, હું છટકી (એમ કહી બે વાર લાત વધારે મારી પાછો પલંગમાં સવે છે.) લલિતા-( કેટલીક વાર શુદ્વમાં આવી એટલે.) અરે ! ઓ ! આ મોતી બહુ કળી ગયાં છે. (કાપને જરા આંગળીથી ઉંચો કરે છે.) અરે ! આ તો સજજડ જડાઈ ગયાં. આ લાલો તે મારા ગાલમાંથી જરા ડગમગતી પણ નથી. હવે હું શું કરું, અને કેમ પહાડું. અરે ! મારા હાથ લોહી લેવાણ થઈ ગયા. ( ઉઠીને તકતામાં જુવે છે.) એ મારા બાપ ! આ શું લોહી. (પાણીથી હાથ ધોતી જાય છે, ને મોત વાછૂટયાં એટલે કા૫ તથા વાળી આદિ સર્વ રેણું કાહાડીને જયાં તકતો હતો ત્યાં મૂકે છે. ) સંસારમાં લોકોને આવાં દુઃખ પડતાં હશે તે મેં આજે જાયું. આ તો પેહેલા દિવસનું મંગળાચરણ. આ દુઃખ તે હું કોને કહું? માએ પંથીરામ પણ આ વેળાએ નથી. નંદનકુમાર—( લલિતા ભણું બહ કરીને સૂતાં સૂતાં.) રાંડ, જે કઈને લાતે માયાનું કહ્યું તે તારું માથુંજ કાપી નાંખીશ. તારે માંદી પંથીરામ શું કરવાનું હતું ? લલિતા–પ્રાણપતિ ! હું કોઈને કાંઈ કહેવાની નથી. હજુ સુધી તમે આવા કપમાં કેમ છે? (તેને શાંત પાડવા પલંગ ભણી જવા માંડે છે.) નંદનકુમાર–હું તને ખેચોખું કહું છું, કે, તારે મારા ભણું આવવું નહિ તારી મેળે પેલા કાચ ઉપર સૂઈ રહે, નહિકર અત્યારે કહિને કહિ થશે. હું હવે ઉધી જાઉ છું; માટે, મારે ફરીને એક બોલ કહેવું પડશે, તે પછી ફરી પૂજા કરીશ. લલિતા–વારૂ ત્યારે, તમારી એમ ખુશી છે, તે આજે થાકયા પાક્યા સુખેથી પિડે. હું મારી મેળે નીચે સૂઈ જાઉં છું. (નીચે લઈ જાય છે. કેટલીક વાર થઈ એટલે) અરે ! મારે ગાલે ચચરે છે, મારી કેડ ફાટે છે. લાતોના પ્રહારથી મારું આખું શરીર કળે છે. અરે ! મારાથી ઉઠાતું નથી. હું છેક લદુ બની ગઈ છું. બળાત્કારે પણ ઉડ્યા વિના સિદ્ધિ નથી. આ કઠણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104