________________
પ્રવેશ જ થો. ]
સહિતાનું:લ રાજ.
લલિતા- રાગ અને એ. )
લઈ શીખ તમારી આ માત, સાહેલડી, જાઉ છું; વિખુટી પડું તે મન માંહ, મસ અકળાવુંછું. ડગલું આગળ દેઉં કે ખેંચે, સબળ સ્નેહ સાંકળી; અન્ય(અન્યના છે જે ભાવ તેણે મને સાંકળી. સ્નેહ સાંકળ રબ્બર ગુણુ, હૃદયશું જડાય છે; હોય તેનામાં જેવા સ્નેહશ્ન તેવી તે લંબાય છે. હું જાઉંધું જાદે દેશ તે તે નથી લાગતું; મારાં ચક્ષુ કરે કલ્પાંત, તેને નથી છાજતુ’. જડયા મધ્ય હૃદયમાં સ્નેહ સાંકળને પેચ તે; કરે કામળહૃદય પીડિત, લંબાવી ખચતે. એ તે મુજથી સહન નવ થાય, હૃદય અકળાયછે; પૂરા અંતર દુઃખથી પીડાય, મારા જીવ જાયછે. જાણું ધરમાં પાછી પેશી જાઉં, જાઉં નહિ સાસરે; પણ એથી સિદ્ધિ નહિ કાંય, મને મન આશ રે. માડી, સજની, સહાદર સર્વ, તમે પાછાં જાએની; દેખી તમને દાઝે મારૂં દિલ, વિદાય તેા થાની. ક્રમળા—દીકરી, મારી વાહલી દીકરી, વેહેલી વેહેલી પાછી વાધરે, પણ દીકરી, મન ધરાય તેમ એક વાર મને મળી લેવા દે; (રડતી રડતી
L
બાઝી પડેછે. )
ર
૪
૫
લલિતા—અરે, માતા, તારાથી અવતાર પામેલેા મારા દેહ વિખુ। ના પડે એટલા માટે મારા પગ આગળ ચાલતા નથી. માતા, મારી વાહાલી માતા, તારૂં જેવું વાહાલ છે તેવું ને તેવું રાખજે. ( રડેછે. )
કમળા—દીકરી, મારા દેહથી તને જાદી થવા દેઉંછું, પણ મારા મનથી તેમ થઈ શકવાનું નથી.
લલિતા માડી, મારા વાહાલા પિતાજી મને નહિ રૃખે, ત્યારે તે બહુ અકળાશે, માટે મારે। વિયેાગ વીસારે પડે, એમ એમની આગતા સ્વા
ગતા કરજે.
* રબ્બરના કદ પ્રમાણે તેનામાં જેટલા સ્નેહ એટલે ચિકાશ, તે પ્રમાણે તેને તોડયા વિના ખેંચાઈ શકાય છે. તેમ નૈહતું જેનું કદ અથવા નાતુ તે પ્રમાણે સ્નેહ સાંકળ લાંબા વધી શકેછે. આ સ્નેહ હાયછે તેા વેહેલી ટૂટી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com