Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 61
________________ કરા છો. ] સ્વિતારી. છળદાસ–હા, એમના આગ્રહથી અમે પહેલા અહિ આવ્યા. પણ હવે ચાલો, નંદનકુમાર ! આપણે તમારે ઘેર જઈએ. મારે જીવ પડીકે બાંધે છે. જ્યારે દંભરાજ કે કોઈ મને ઠપકો દેવાને બદલે જશ આપશે. ત્યારે ભારે જીવ હેઠે બેસશે. જુવ, નંદનકુમાર ! તમે કહેજે, જે, છળદાસ બહુ તાણ કરીને તેડી લાવ્યા. ત્યારે હું આવ્યો, નહિકર આવનાર નેહેતો; કેમકે તમે બધાં મારી સાથે લડ્યાં, ને મને અમથે ધમકાવ્ય; હવે જે મને એક બેલ કહેશો તે ભારે રસ્તા ઝાલીશ. નંદનકુમાર–તમને ઠપકો ના મળે એવી રીતે બધું કહીશ; કાંઈ ચિન્તા કરશે નહિ. પ્રિયંવદા ! મને તે ઘેર જવું નથી ગમતું. પ્રિયવદા–નંદનકુમાર ! આજે બારેબાર આવ્યા છે, તેથી ગયા વિના ચાલે નહિ, બધું સમાધાન થાય એટલે પાછા આવજે. આ ઘર તમારૂં છે. છળદાસ ! પ્રથમ આપણે અહિથી નીકળ્યાં ત્યારે તમે કહ્યું કે, પિંદર હજારનું સોનું મળી શકયું નહિ, માટે રૂપિયા રહેવા દીધા છે, તેને ખુલાસે આજે કરી નાંખજે, મારે ઘરેણું કરાવવું છે. નંદનકુમાર આવ્યા એટલે અડવાં ફરાય નહિ. છળદાસ–આજ કાલ સાનું લાવીને સોંપીશ, હવણ જરા રસ્તે તે પડવા દે, એવડું શું વહી જાય છે? વિદા–તમે નંદનકુમારને તેડવા ગયા, તે દાહાડે તમને કહેવાની હતી; પણ મારે જીવ એમનામાં ભરાયા હતા, તેથી વીસરી ગઈ ને તમે તો આવ્યા પછી કશું સંભાર્યું જ નથી. નંદનકુમાર–જાઓ મારા ભાઈ, તે દહાડાનું કેમ તમે એમને આપ્યું નથી ? એવું તે કરતા હશું. છળદાસ–ભૂલમાં સાંભર્યું નહિ. હવણું તે પરણે તેને ગાઓ, એનું થઈ પડશે, ચાલ હવે. (બન્ને જણ જાય છે.) પ્રવેશ૭ મો. स्थळ, दंभराजनी हवेली. કર્કશા, કજિયાબાઈ, લલિતા અને દંભરાજ કજિયાબાઈ––(ભરાજને ઘરમાં પેસતો જોઈને) ઓ માડી! આ મારા બાપા આવ્યા, જે, જે, જો. દંભાજ–હા બેહેન ! આવ્યો. લલિતા આવ્યાં છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104