Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 46
________________ ૪૬ ललितादुःखदर्शक. [ ગં કો ચાકર નથી; જેણે વાડી વેચાતી લીધી તેના તાબામાં છું. બીજી હવેલી વેચીને બધા પૈસા પરિવદાને આપ્યા. તે લેઈને તે ને છળદાસ નાશી ગયાં છે, તેને પત્તા હાથ લાગ્યો નથી. વાડી ને હવેલીને કબજે કરાવ્યો તારે મહા રોળ વન હતો. આખા નગરમાં હાહાકાર થયે, ને બીજા કેટલાક લોક નંદનકુમાર પહ લેણું કાહાડતા હતા તે દેડતા ભરાજ પાહે આવી કહેવા લાગ્યા, કે, તમારા નામથી અમે નંદનકુમારને રૂપિયા ધીયા છે. માટે તમે જે આપશે નહિ, તે અમે જેપીને બેહવા દેઈશું નહિ. ભરાજે થાચીને તે હોને નકાલ કરશે. હવે રહે છે તે એક હવેલી. ને કાંઈક જુજ દાગીના હશે, તે વના ફૂટી બદામ પાહે રહી નથી. ચાકર નફર બધાને કહાડી મૂક્વાની જરૂર પડી છે. લલિત– નિશ્વાસ નાંખીન) પંથીરામ ! હું હંધુ છું કે જાણું છું? આ તે વમ કે ખરી વાત? પથીમલલિતા! એ સર્વે ખરું છે. આપણે અહિ આવ્યાં છિયે, તે કાંઈ પણ ઠીક થશે, માટે તારે ગભરાવું નહિ. તું જે ગભરાઈશ તે મારી હિંમત હાથ રહેવાની નથી. (માળીને) અલ્યા ભાળી! નંદનકુમાર પણ પ્રિયંવદાની સાથે ગયા છે કે શું માળી––ના, ના; પરિયંવદા ને છળદ હેપ કરીને આડે દેશ ઉતરી પડ્યાં છે. નંદનકુમારને તેમણે જણ પડવા દીધી નથી. તેમના ગયા પછી, તીજે દિયે નંદનકુમારે જોયું. ને લેણદારની ધામધુમ ચાલી, એટલે ઘરમાં કોઈને કહ્યા કહ્યા વિના જતા રહ્યા છે. દંભરાજનું શરીર સોસનાએ કરીને ઘણું હઠી ગયું છે, તે પણ નંદનકુમારનો કરવા નીકળી પડ્યા છે, તે કાલ હુધી તે આલ્યા કુતા, આજની વાત તો ઉપલે જાણે. લલિતા–પૃથીરામ! મને કાંઈ થઈ આવે છે, માટે ત્વરાથી નગરમાં લઈ જા. માળી–લિતા બાઈ ! તમારાં હાહુ અને નણંદ ઘણાં આકળા સભાવનાં છે. એક વાર હું ગયો તે તારે બે જણાં તમારાં પગલાં હારી નથી, એવું કહી નંદતાં'તાં, માટે તમે તે હમજુ છે, કાંઈ કહેવું પડે એમ નથી, પણ કાંઈ બેલે તે ગમ ખાઈ જજો. લલિતા–વારું ભાઈ હું દુઃખ સહન કરવાને સરછછું, તે સહ્યા વિના લાકડાંમાં પણ છૂટકો નથી. પંથીરામ-લલિતા! લાવ હું તારે હાથ ઝાલું. (તેમ લઈ જઈ રથમાં બેસાડેછે ને નગર ભણી જાય છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104