________________
જિલrg . [ ગ રૂ .
- ~- ~ ~- ~ત્યાર પેહેલાં, કામકાજ કરવાની વાત કહાડીને, વિના કારણે લડી મુવાં. આવું તે કઈ ઠેકાણે હોય નહિ. (કર્કશા) તમારાથી માણસ રખાય એમ નહિ હોય, તે લલિતાના ભાગનું તમને કાંઈ ભારે પડવા દેનાર નથી. આ એક હુંડી હું પચીસ હજારની સમજીને જ લેતો આવ્યો છું. પાર પડશે તે વળી બીજી મંગાવીશ. લલિતા તે એના માબાપના પ્રાણ છે.
ગુલાબ–-(કાને એક બાજુએ લઈ જઈને.) કર્કશાબાઈ ! તમે બારે દાહાડા આવાં કર્કશા કેમ રહ્યાં? તમારું બધું ખેદાન મેદાન થવા આવ્યું ત્યારે તે હવે જંપીને બેસે ! લલિતા પચીસ હજાર રૂપિયાની હુંડી લાવી છે. એમાંથી તે આખા ભવના ભવ નિભાવ થાય. એના બાપને એના વિના કોઈ નથી, એવું તમે મને તે દહાડે કહેતાં હતાં, ત્યારે નંદનકુમાર જે જીવતે
હશે, તે બધું એનું જ છે તો. પણ ભળીને ખવાશે, સામાં થઈને ખવાશે નહિ. તમારા નંદનકુમાર નઠારા ઉઠયા છે, તેથી લલિતાને સુખ મળવાનું નથી, એને તમારા વરે તે નિશ્ચય કર્યો છે, એવું મારા વરના કહેવાથી હું કે દહાડાની જાણું છું ને એમાં કોઈ ફેરફાર નથી. ત્યારે એને સાસરૂને પિયર સરખું છે. તેથી જો તમે જરા એને છેડશે, તે એ અહિ રેહેશે નહિ? ને એના માબાપ જાણશે કે તુરત બોલાવી લઈ પોતાને ઘેર રાખશે, તે પછી એક પાઈ તમારે હાથ આવવાની નથી. ને હવે તમારે પસે ખૂટ છે. ભરાજથી હવે કમાવા જવાય એમ નથી. નંદનકુમાર તે કમાય શાના પણ હશે તે ઉડાવી નાખશે; માટે તમે મારું માને તે જરા જપ, ને તમારી છોકરી જે ચાંદવી કરી નાંખી છે, તેને વારી રાખે. ઉપરને ને માળ છે, તે વદૂન સ્વાધિનમાં કરે. ઘરમાં કોઈ ખર્ચ થાય તેની તમે ચિન્તા કરશો નહિ. એ એની મેળે પૂરું કરશે.
કકશા–વારૂ ત્યારે ઠીક છે હવે રસેઈ કરવું.
ગુલાબ–ઘરની વાત ચાલતા સુધી ઉઘાડી પડવા દેવી નહિ. આજે વા શકનમાં આવી છે માટે કંસાર કરાવજે.
કર્કશા–( બ્રાહ્મણને રાંધવાની આજ્ઞા આપીને) ગુલાબ! આવો આપણે વને ઉપર લઈ જઈને બધું બતાવિયે. ( સ ઉપર જાય છે ને કજિયાબાઈ હતી
જ છે. પછી બધાં પાછાં આવે છે.) ગુલાબ-લલિતા ! કેમ એ જગ્યા તમને ગમશે? લલિતા–વાહ! એ જગ્યા તો ઘણું સુંદર છે.
ફકેશા–લલિતા આવવાની હતી, માટે અગાઉથી લીપાવી છુંપાવી Iક કરાવી રખાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com