Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 13
________________ પ્ર િરૂ . ] ललितादुःखदर्शक. નંદનકુમાર-હા, હા, સમજ્યો. અમારું તેજ એવું, જે આંધળીની આંખ ઉઘાડે એજ કે બીજે ? પ્રિયંવદા–હા, એજ; પણ બેહે ફૂટે તેનું કારણ એવું છે, જે, તમારું આ કલેડાકાચના જેવું તેજ, તેની આંખમાં ભભક લેતું ને પેસે, તેથી - ખમાં ઝળઝળિયાં આવે, ને અંજાઈ જાય, તેવામાં વળી તમારું મો દેખે, તેથી મૂર્ણ આવે, એટલે પાછવાઈ પડી જાય. વળી, મને લાગે છે, કે તમારા જન્મને દાહાડે સૂર્ય ગ્રહણ હશે. તે વિના તેજને આટલો બધો ચળકાટ હેય નહિ, તેમજ, આટલી બધી બુદ્ધિ પણ હેય નહિ. નંદનકુમાર–( બહુ ખુશી થઈને) એમ કે? તારે મને લાગે છે, કે તમારામાં આટલું બધુ તેજ છે, ને બુદ્ધિ પણ પારવની છે, તેથી રાતનું ને દાહાડાનું બન્ને પૈણ હશે, તારે તમારો જનમ હશે. પ્રિયંવદા–(મસ હસતાં) તમારા જેટલે રૂપને ભભકો મારામાં નથી. તમે કદાપિ ખાપમાં તમારું હે જોતા હશો, તેથી બરાબર જણાતું નહિ હેય; હેઠળ ઉતાર્યું હોય તે હવણું ખબર પડે. એવી વાતે હવે આપણે જવા દે. તમે તમારી વહૂને તેડવા કયારે જાઓ છો? નંદનકુમાર—આપણે કાંઈ તેડવા કે બેડવા જવાના નથી. ચંપાનગરી અહિથી ક્યાં પડી છે ! વળી, એ લફરું વચ્ચે નડે, ને કહિનાં કહિ કાવતરાં કરે. આપણે તો તમારી મહેરબાની ઈયે. - પ્રિયવદા–અમારી મેહેરબાની તે ઘણિયે છે, પણ તમારી નથી. પેલા હજાર રૂપિયા તે દાગીનામાં રોકાયા, ને મારે મારી બહેનને નગર જવું છે, તેના ખર્ચ સારૂં બીજા હજાર તમારી પાસે મંગાવ્યા, તે હજુ સુધી આવ્યા નથી. નંદનકુમારતમારાથી મારે રૂપિયા વધારે નથી. આ વાડીનું ખત થવાની ઢીલ હતી, તેથી રૂપિયા મોકલાયા નહિ; ચાર દિવસ પછી મેકલીશ. પણ તમે જશે-તે મને ગમશે નહિ. પ્રિયંવદા–જઈયે નહિ ત્યારે શું કરિયે? અમારે ખર્ચ ભારે, તે અહિ પૂરો થઈ શકતો નથી, માટે ગયા વિના સિદ્ધિ નથી. નંદનકુમાર–આ વાડીના પંદર હજાર રૂપિયા આવવાના છે, તેમાંથી પાંચ હજાર એક જણને આપવાના છે, તે જતાં બાકીના તમને આપીશ; કયમ હવે ઠીક કે નહિ? પશીરામ–( કમાડ પછવાડે સંતાઈ રહી સાંભળતા હતા, તે સ્વગત) તારું ન ખોદ જાય રે નંદન! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104