Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press
View full book text
________________
પ્રવેરા ૨ . ]
ચિંતાદુઃ
.
ચુંદડી મુજ મડદાને મગ વીંટવા, ચારીચિતામાં ભડભડ લાગત કાઠજે. ત્યારે તે નવ દેખત આવા દિનને, આ તે ઉગ્યાં પિલા ભવનાં પાપ જે; ત્યાર વિના આવું શું દુઃખ મુજ જાતને, લાગ્યો મુજને કેહેની કોને શાપ જે. સાંભળ. ૮ પિયુ નહિ પાસે એ દુઃખ હું રડતી નથી, આ તે બીજું મનાય નહિ એ દુઃખ છે; ટળશે તે જઈશું ચિંતામાં જાહરે, આ ભવમાં ક્યાંથી મુજને કાંઈ સુખ જે. સાંભળ.
પ્રભાવતી. (ગદિત કંઠે માલિની છંદ.) સહિયર લલિતા તું, રે ! બની કેમ આવી, અતિ દુખમય કયાંથી શોકની વાત લાવી; શશિસમ તુજ શોભા. રે ગઈ છેક નાશી, કમળવદન કાન્તિ, ગ્લાનિ દેખું હું આ શી? બહુ નહિ અકળા તું, આંખધારા શી ચાલી ! બની મસ અધિરી હું તાહરે ખેદ ભાળ; હૃદય તુજ ભરાયું, દે કરી તે તું ખાલી
ગહન ગતિ પ્રભુની, લક્ષમાં રાખ વાલી. લલિતા–(“ વનચર વીરા વધામણી” એ રાગ–બેલાવર) (૨ડતાં.)
સહિયર દુખ શું દાખવું, મન ભડકે બળે છે, ચિન્તાનો તાપ તપી ગયો, હાડ મારાં ગળેછે. સહિયર. ૧ પત્ર પ્રીતે મ પાઠવ્યું, પંથીરામની સાથે જોઈ ચરિત્ર તેણે કહ્યાં, મા છે મૂર્ખ માથે. સહિયર૦ ૨ અબુધ પતિ એ અભાગિયો, વેશ્યાનો છે યારી; અકલ કોડીની છે નહિ, હવે શી ગતિ મારી. સહિયર૦ ૩ ગરજ નથી તેને માહરી, મન મુજમાં છે નહિ; ધન, ભાલ નાંખે ઉડાવીને, એના પિતાને કે નહિ. સહિયર = ૪ મન મળશે કયમ માહરું, એવા પિયુની સંગે, ૨૫ ગુણ જેમાં મળે નહિ, એથી રમિયે શું રંગે સહિયર. ૫ પેલા ભવની હું પાપણી, કીધેલાં કુડાં કર્મ,
પુણ્યદાન વિસારેલાં, ચૂકેલી નિજ ધર્મ. સહિયર. ૬ ૧ ગુખ. ૨ કરમાઈ ગયેલી. ૩ અકબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104