________________
[in ૨ કી.
ललितादुःखदर्शक.
પ્રવેશ ફ્લો.
स्थळ चौक.
તેડાગર, જીવરાજ, કમળા, લલિતા અને પ્રભાવતી, તેડાગર્—શેઠજી ! આ કાગળ દંભરાજ શેઠે આપ્યાછે. ( આપેછે. )
જીવરાજ— લઇને બધાં સાંભળે તેમ વાંચેછે. )
“ સ્વસ્તિ શ્રી ચંપાનગરી મહાશુભસ્થાને શુભપમા યોગ્ય શેઠ શ્રી ખેંચ શેઠે જીવરાજ તથા સાથે સતાન શ્રી સ્નેહપુરી લા॰ તમાગ દર્માણના અપેક્ષિત દંભરાજના જયગોપાળ વાંચો. વિશેષ અત્રે સર્વે કુશળ છે, તમારી કુશળતાના કાગળ ઘણા દિવસથી આવ્યા નથી, માટે સંભાળને લખન્ન, બીજું, સૈાભાગ્યવતી લલિતાને તેડવા મોકલવાને ઘણા હંગામા કરવા, પણ તદનકુમારને અવકાશ નહિ મળવાથી આજ સુધી માકલવાર્ત બી આવ્યુ નથી. હાલમાં પણ તેમને આવવાને અડચણ છે, માટે આ કાગળ લઈને તેડાગર બ્રાહ્મણને દશ માણસના સાથ સહિત મૈકહ્યા છે, તેની સ‘ગાથે સાભાગ્યવતી લલિ તાતે માકલા. જરૂર માકલો, ભૂલશો નહિ; કેમકે દૂરના મામલા મૅટલે હાલમાં ફિ લવાતે કાંઈ અડચણ નીકળશે, તે વાત પાછી આપી જશે, વળી આગળ ઉપર, સારાં સુત પણ આવતાં નથી, માટે શુભ દિવસે લલિતાને વિદાય કરા ભૂલશો નહિ. કામાક લખને ઘરમાંથી તથા ચિરંજીવી તનકુમાર સવની ખબર પૂછી છે. અમારી વતી સ બંને યથાયોગ્ય કેહેને. ભાદરવા સુદ ૫ ( પત્ર વાંચી રહ્યા પછી સુલતાને)
ચાલેા, લલિતા બેહેન, તમે હવે તૈયારી કરવા માંડે.
લલિતા—પિતાજી ! મારી સાથે કેને મેકલશે !
જીવ તથા કમળા—બેહેન ! તારી નજરમાં આવે તેમને તેડી જા. લલિતા—પંથીરામ આવશે એટલે વધારે માણસની અગત્ય નથી. મારા અંગના કામકાજ સારૂ મારી દાસીને લઈશ.
તેડાગર્-દંભરાજ શેઠે કહ્યું છે, જે, અહિં ધાં માણસ છે; લલિતાને કોઈ વાતે અડચણ પડવા દઈશું નહિ; માટે જીવરાજ શેઠના માણસની જરૂર નહિ પડે. જે દાસીને લલિતાના સ્વાધિનમાં કરવાનીછે તેને મારી સાથે મેકલી છે, તેમ છતાં જો ખીજી દાસી લેવી હૈાય તે લો.
લલિતા-વારૂં, ત્યારે કદાપિ દાસી નહિ લઉં, પણ પંથીરામ વિના તા ચાલે નહિ, કેમ પ્રભાવતી !
પ્રભાવતી—હા, પંથીરામને તે સાથે લેવા. ને ત્યાં તને પેહેલું નવાઈનું લાગશે, તેથી ગમે એમ વા હોય તેા હું તારી સાથે આવું, તે ત્યાં તને જરા ગેાડશે એટલે દશ પંદર દિવસ રહીને પાછી આવતી રહીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com