________________
જણ ૨ શો. ]
રાહુલ.
~
~
*
શીખાઉં છોકરું હોય તે એમ લખી જાય. લક્કી એ એમનું લખેલું નથી.
પૂજારાધે”શું ! “અનેક સરવે ઉપમા લાયક” “બાઈ શરી પંચ બાઈ” કરીને લીટી શી દેરવી ! વળી શેઠના જેગેપાર શા! કાગર છે, ભામણ શે! શઠ શા? છટ, છટ, મારા પતિની શૈલી તે આવી હોય? પંથીરામ ! તું ટીખળી છું તેથી ટીખળ તે કર્યું નથી?
પંથીરામ–(હૃદય ભરાઈ આવ્યું તેથી નીચે બશી, લમણે હાથ દઈ નિશ્વાસ નાંખ) અરેરે ! હવે મારી વાત ગળે કેમ ઉતરશે? મકરીને માથે ખાસડું. જેમેં મશ્કરી કરવાની ટેવ હોય તેની સાચી વાત હોય તે તે પણ મશ્કરીમાં જૂઠી ઠરેતેને સાચું દુઃખ હોય, પણ તે ઢગ ઠરે. શિવ ! શિવ ! (ફરી નિ. શ્વાસ નાખે છે.)
લલિતા--(તેની પાઘડી ઉપર હાથ મૂકીને તેનું માથું હલાવતાં) પંથીરામ ! આ સમય આનાકાની કરવાનું નથી–-ઝટ વાત કહી દેવાનું છે, “દુઃખ હોય પણ ઢોંગ કરે” એવું તે શા ઉપર કહ્યું?
વથીરામ–હું શું એ મૂર્ખ છું, જે આવી વેળાએ ઉડાવતો હઈશ ? ત્યારે તમે “ટીખળી છું, ટીખળ તે નથી કરતો” એમ શું કરવાને કોહો છો ? દુગ્ધાએ કરીને આ મારા હો ઉપરથી નૂર ઉડી ગયું છે તે તે જુવો ? તમારી બળતા હોય નહિ તે એવું થાય ? - લલિતા--( હજી જે પંથીરામના માથા ઉપર ઉભા રહેલી છે, તે તેની પાઘડી ઉપર હાથ મૂકીન) પંથીરામ ! તું જેમ જેમ વાર કરતો જાઇ, તેમ તેમ, મારામાં અધીરાઈ વધતી જાય છે, ને બ્રાન્તિ પડે છે. તારું નૂર કેમ ઉડી ગયું? મને ગઈ રાત્રે ઘણુ નઠારું સ્વમ આવ્યું છે, માટે તું કહી દે. (તની આંગળી પાઘડી માંહેલા કેઈ કાગળને અડી એટલે તે કહાડી લઈને ઉકેલી જોતાં) અરે ! આ શું ? શે જુલમ ! મારે લખેલા કાગળ તું પાછો કયાંથી લાવ્યા નક્કી તારામાં કાંઈ કપટ છે, તું ત્યાં ગયો નથી, પણ બનાવટનો કાગળ લખાવી લાવ્યા છું. જા, દુષ્ટ, તું તારું હે મને બતાવીશ નહિ. ( તેને લાત મારે છે.) પથીરામ–અરે ભગવાન ! આ તો ઉલટી પીડા થઈ. ગુણના ભાઈદેષ.
લલિતા–જા દુષ્ટ, તું કાળું મહે લઈને મેં તને ભાવથી પાળે, તારો પગાર બધા કરતાં વધારે કરી આપ્યો તેના બદલામાં તું “ગુણના ભાઈ દોષ” કહે છે. મેં તને મારું ખરેખરૂં ખાનગી કામ કરવાની આજ્ઞા કરી, પણ એટલું તારાથી થયું નહિ? ને મારે કાગળ પાઘડીમાં શી રાખી, કોઈ છોકરા પાસે ઉત્તર લખાવી મને આવ્યો. તું તો સહજ કરવા ગયે; પણ આ એક ઘડીમાં મને કેટલો બધે પરિતાપ થયે, તે તું મૂર્ણ શું સમજે? મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com