Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 25
________________ પ્રવેસ ૭ મો.] સિતાનું:થી. નહિ. પેલા બ્રાહ્મણને મારવાને મારા મોકલ્યા છે, તે કાંઇ વાત ફૂટે, તે મારે રાત વેઠીને પાબાર ગણવા પડે, તમારૂં શું જાય? જીવા, ખાકીના દશ હજારમાંથી મારા ભાગના પાંચ હજાર મૈં રાખ્યા, ને પાંચ હજાર તમારા રહ્યા તેનું સેાનું લાવ્યેાજું, તે આ રહ્યું. ( પાસલા ડેછે ) ૫ પ્રિયંવદા—રૂપિયા રોકડા લાવ્યા હાત તેા શી હરકત હતી ? તે દાવાડે તમે બે હજારનું સેાનું લાવ્યા તે રાશી નીકળ્યું તેથી રૂ. ૧૨૦૦ ) ઉપજ્યા. આ ફેરે એવું તે નથી આપ્યું ? છળદાસ—જીવા, તમે સમજતાં નથી. રૂપિયા રોકડા લાવિયે ને વાત પકડાય તેા ધરને દરખાર ઝાડા લેવરાવે. સેાનું હોય તે ગમે ત્યાં ગગડાવી દેવાય. એનું એ હું તમને રહેતાં રહેતાં વેચી આપીશ; થોડું રહે તેનું ધરેણું કરાવજો. પહેલી વારના સાનાના ઓછા ઉપજ્યા તેનું કારણ તે એવું, કે તે દાહાડે ભાવ ધણા ઘટી ગયા હતે. નહિ તે મારા કામમાં તે ફેર આવતા હશે ? હવણાં તેા તમારા ગદેલા નીચે મૂ છું, સવારે ઠેકાણે કરો. દેલા નીચે મૂકે છે, તે પથીરામ હળવે રહીને લઇ લે છે.) પ્રિયંવદા—ઘણું સારૂં, પણ બ્રાહ્મણ નહિ પકડાય તે પછી આપણે શું કરવું? છળદાસ—વટાણા માપી જવા–સાંભળાઃ—વાડીનેા કબજો હ્રવણાં કરાવવા બંધ રાખ્યા છે. પેલી હવેલીના રૂપિયા ત્રીસ હજાર ઠચ્યા છે, પણ હાલ તેની પાસે નાણાં પૂરાં નથી; સાત દિવસના વાયદો કર છે, તે વાયદા ઉપર રૂપિયા લઈ, વાડી ને હવેલીના સંગાથે કબજો કરાવીશું. હવેલી ભાડે આપી છે, તેની ભાડાચિઠ્ઠી જાણી જોઇને નંદનકુમારના નામની કરાવી છે, એટલે એના મતાથી ચાલશે; નહિ તે વળી એના ખાપનું મતુ માગે, તેા મહા પીડા થઈ પડે, તેથી આગળથી ચેતીને તેની સાથે પુરાવ કરવા છે. તે પશુ ડખાયેા ચંપાયે ખલ્યા નથી; કેમકે, હવેલી આજે લઈને એ કાલે વેચે, તે અને પચાસ હજારમાં એક પાઈ ઓછી ઉપજે નહિ; પણ આપણે શું ! વધારે લાભ કરવા જઈયે, તા સમૂળગું જાય, તેથી જે આવ્યું તે આપણા બાપનું. જીવા ત્યારે, એ ત્રીસ હજારમાંથી મારા પંદર હજાર રાખીનેબાકીના પંદર હજારમાંથી એક હાર રસ્તાની ખરચી સારૂ રાખીશું, તે બીજાનું સેાનું મંગાવીશું, કેમ, ઠીક કે નહિ? પ્રિયંવદા——છળદાસ ! એમાંથી ભાગ લેવા તમને ધટતા નથી. પણ હું વધારે કેહેતી નથી, વીસ હજાર મને આપો. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104