________________
૧૮
ललितादुःखदर्शक
[अंक २ जो.
કમળા-લલિતાની મેડિયે હું જાઉ છું, અને પથીરામ આદિ લઈને સની તપાસ કરું છું.
( જાય છે.) કવેરા ૨ ગો. स्थळ, ललितानी मेडी.
લલિતા અને કમળા, લાલતા(પોતાની માને આવતી જોઈને) કેમ માજી ! મારું કાંઈ કામ છે? હું જરા અહિ સૂતી છું. કમળા–બહેન! અત્યારે કેમ સૂતી છું? કાંઈ અસુખ છે કે શું? લલિતા–અસુખ તે એવડું કાંઈ નથી, પણ આજે મને દુઃખદાયક સ્વમ આવ્યું, તેથી મારો જીવ ભસ બળે છે ! (ગળગળી થાય છે.) કમળા–મારી બાપુડી. તને ખમા કરે, અકળાઇશ નહિ
(તેની ડોક છાતી સરી ચાંપછે.) લલિતા-માજી! મારી છાતી ભરાઈ આવે છે. જ્યાં સુધી સ્વમની વાત ખુલ્લી કરીને કહેવાશે નહિ, ત્યાં સુધી દદયને ભાર ઓછો થવાને નથી. ભાજી! પાછલી રાત્રે મને સ્વમ આવ્યું કે, જાણે હું મારે સાસરે ગઈ, ત્યાં પહેલી જ રાત્રે, સંધ્યાકાળે, કોઈ એક કાળ પુરૂષ આવ્યો, તેણે મારા વરને બાંધ્યા, ને લુગડાં ઘરેણાં ઉતારી લેવા માંડયાં, મેં તે જેઈને ઘણું બૂમરાણ કર્યું, પણ પાસે હતાં તેમાંથી કોઈએ આશ્રય આપ્યો નહિ, એટલે હું વચ્ચે પડી, પણ મારું કેટલું જોર? કેરડા મારી, મારા વન રને આગળ કહ્યા, ને મને કાંડે ઝાલી દેરી, મેં તેને ધણું કહ્યું પણ વ્યર્થ ગયું આખરે, એક મોટી ખાઈ આવી તેમાં મને ઢળી પાડી, ને મારા વરને લઈને તે આગળ ક્યાં ગયા, તે મારા જાણવામાં આવ્યું નહિ. મને ત્યાં ઘણું વાગ્યું, ને કેટલીક વારે ભાન આવ્યું, એટલામાં તે આંખ ઉઘડી ગઈ.
કમળા–-બેહેન તું કાંઈ ચિન્તા કરીશ નહિ, એ તે તારા વરને ને તારે માથેથી વિદ્ય ઉતર્યું સ્વમની વાત સાચી સમજવી નહિ - લલિતા–માજી! મારા સ્વમની ઘણી ખરી વાતો, કાંઈ કાંઈ અંશમાં પણ, મળતી આવે છે, તેથી મને ધણી ચિંતા થાય છે. મારે સાસરે જવા વારે તે હજી સુધી આવ્યો નથી, એટલામાં આ શે ગજબ!
કમળા–બહેન ! તું સમજુ થઈને બળાપે શું કરવા કરછ. આપણી પહેડીના પુણ્ય આગળ, તારા વરને વાંકે વાળ થાય એમ નથી. આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com