________________
કરા ૧ એ. ]
ललितादुःखदर्शक.
હરીફરીને એના સામું જોઈને નજર ઠારવાની છે. પણ હવે એ બહુ મહેદી થઈ. ઘોડું ઘોડાસરમાં, ને કન્યા સાસરે શોભે. મહિને રહેવા દીધા પછી ક્યાં પાછી તેડાવાય એમ નથી?
જીવરાજ–બધું મારા જાણવામાં છે. પણ એના સ્વભાવમાં ફેરફાર થયો છે તે મારા જાણવામાં નો'તું. હું જાણતો હતો કે એ એની મેળે એને અભ્યાસ કયાં જાય છે, તેમાં એકાએક વિઘ પાડવાની એટલી બધી અગત્ય નથી; પણ હવે તે ગમે તેવો પણ રસ્તો કાહાડવા વિના છૂટકો નથી. મારી ધારણું એવી છે કે, હાલ બેચાર મહિના લલિતાને એને સાસરે રહેવા દેવી, પછીથી, હું ત્યાં જઈને નંદનકુમારની સાથે પાછી આણીશ. દંભરાજ શેઠ સમજું છે, એટલે એ કંઈ આનાકાની કરો નહિ. તેની છોકરી બાળરાંડ થઈ છે, તે તેની પુંછ ખાઈને બેસી રેહેશે, ને આપણે હવે છોકરાની આશા નથી. અવસ્થા પણ થવા આવી છે, માટે નંદનકુમારને ઘરજમાઈ કરીને રાખશે, તે ખાઈ પીને બન્ને જણ આનંદ કરશે, તે દેખીને આપણે પણું આત્મા ઠરશે.
કમળા–તમારો આ વિચાર તે મને બહુ ગમે. નંદનકુમાર તે આ પણે છેકરા તુલ્ય છે. બન્ને છોકરાં ખાઈ પીને કલોલ કરશે. હવે, તમે ઉતાવળ કરીને દંભરાજ શેઠના ભણું માણસ એકલો
જીવરાજ–મને લાગે છે, કે, આ મહિનો ઉતયા પછી પીરામને મેકલિયે, આગળ દીવાળી આવે છે, તેથી, કદાપિ જે કઈ આવવાનું હવે તે દશ દાહાડા સેરૂં જણાશે. કોઈ નહિ આવે તે, એ જઇ આવી. આધાને મામલે માટે હેશિયાર માણસ જેણે.
કમળા–હવણાં તો પથીરામ મારા જેવામાં આવતું નથી. લલિતાની તેહેનાતમાં એને મૂડ હતો. તેથી કદાપિ એણે કાંઈ ધમકી દીધી હોય, ને આવતે બંધ થયો હોય, કોણ જાણે. એ જરા ટીખળી છે, ને લલિતાને એવું ટીખળ હવણું કાંઈ ગમતું નથી, માટે અણબનાવ થયે હાય, એમ લાગે છે.
જીવરાજ–લલિતાની સ્થિતિ આવી બદલાઈ છે, તેવામાં, એના હાથ નીચેનાં માણસે એનું અપમાન કરી આજ્ઞા પાળશે નહિ તે એને માઠું લાગશે; માટે કોઈને કાંઈ અલંકાર, કોઈને કોઈ પશાક આપીને ખુશી રાખવા; ને જેની જેવી ગ્યતા તે પ્રમાણે પગારમાં પણ વધારે કરે ઘટે, તે તે પણ કરે. પંથીરામ રગ વર્તીને વાત કરે એવું માણસ છે, માટે જ મેં એને લલિતાના સ્વાધિનમાં કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com