________________
ઝિલાતુ: . (
[ સં ૧ .
વથીરામ–અમે કોઈની આશા રાખતા નથી, અમારે કાંઈ જોઈતું નથી; પરોપકારને અર્થે આવીને તમારું ભવિષ્ય ભાખ્યું દંભરાજ–વારું, ત્યારે કાંઈ લેશે નહિ, પણ અહિ આવો તો ખરા.
પથરામ–તમારે બહુ ભાવ છે ત્યારે આ આવ્યા. કહે, તમારે જે કહેવાનું હોય તે.
દંભરાજ–તમે જે ભવિષ્ય કહ્યું, તે ઉપર મારી ઘણું શ્રદ્ધા બેઠી છે. હું સાચેસાચું તમને કહું છું કે, મારી વૃદ્ધાવસ્થામાં હું ઘણે દુઃખી થયો છું એક છોકરી હતી, તે બાળરાંડ થઈ છે. છોકરે એકનો એક, તેથી ન્હાનપણમાં જરા લડાબે, એટલે હવે બદત નથી. નજરમાં આવે તે કરે છે. તમે નન્ના ઉપર કહ્યું, તે એનું નામ નંદનકુમાર છે; ને છછા ઉપરને નામવાળો કારણ છે, એવું તમે કહ્યું, તે પણ બરાબર છે. છળદાસ કરીને એક એને સેબતી છે, તેની સોબતથી બહ બગડી ગયો. વેશ્યા ને જુગારિયને ઘેર જતાં લજવાતા નથી, ને હું ઠપક દઉં છું તે ભરવાને ઉભા થાય છે, એટલે મારાથી બોલાતું નથી. એની વહૂ હવે કેસમાં આવી છે, પણ તેને તેડી લાવવાનું મારું મન થતું નથી. હેટા કડોપતિની તે
કરી છે, તે અમારા ઉંચા કુળે કરીને એને મળી છે; પણ અહિ આવે તે તેના ઘરના સમા હિસ્સાનું પણ સુખ મળી શકે એમ નથી. આ ભાઈની આવી રીતભાત જોઈને ઉલટો ભ્રમ ભાગી જાય, તેથી જાણતો હતો, જે ધૂળ નાંખી, હવે આપણે ઘરડા થયા યેિ, તેથી ગત થઈ જઇયે તો પછી પછવાડે ગમે તે થાઓ; દેખવું નહિ ને દાઝવું નહિ. તમે આવ્યા તે પહેલાં પણ મારા મનમાં એજ વિચાર આવ્યા કરતું હતું. હવે, તમે કહે છે, તે એને તેડવા મોકલીશ. પણ મારું માનશે નહિ, તે પછી ભારે શો વાંક ?
પથરામ–તમારાથી સમજવાય એટલું સમજાવજે, ને છળદાસની સંગત મૂકાવજે. અમારે તે કાંઈ સ્વાર્થ નથી, હવે અમે જઈયે છિયે.
( જાય છે.) કામો,
स्थळ, प्रियंवदानुं घर.
પ્રિયંવદા ને તેની દાસી, દાસી--બાઈ સાહેબ ! છળદાસ આવ્યા હતા, પણ આપ ઘેર ન હતાં, તેથી પાછા ગયા છે, ને કહ્યું છે કે, નંદનકુમારની વાડિયે જે મેળાપ નહિ. થાય, તે પાછો આવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com