________________ આવા સર્વ હિતકર દેવાધિદેવ તીર્થકર ભગવાનને પામ્યા પછી પણ જો આપણે એમણે બતાવેલ હિતમાર્ગે આપણા આત્માનું હિત ન સાધી લઈએ તો આપણા જેવા મૂર્ખ અને મૂઢ બીજા કોણ ? એવા જગતદયાળુ જગન્ધિતા તીર્થકર ભગવાને ધર્મ ત્રણ પ્રકારે બતાવ્યો છે, અહિંસા, સંયમ, અને તપ; ને એ ઉત્કૃષ્ટ મંગળ છે. થો મંત્રમુઠું હિંસા સંગનો તવો !" આમાં સંયમ અને તપ અહિંસાને પુષ્ટ કરનારા છે. જીવનમાં જો સંયમ અને તપ ન હોય, તો સ્વ-પરની અહિંસાય પાળવી અશક્ય છે. માટે જયારે ધર્મનું સ્વરૂપ અહિંસા કહેવાય, ત્યારે એમાં સંયમ અને તપ સમાવિષ્ટ સમજવાના છે. તેમજ જાત માટે “ના, મારાથી સંયમ-તપ નહિ બને, હું એકલી અહિંસા પાળીશ,'- એવો ખ્યાલ હોય તો તે ખોટો ખ્યાલ છે, એમ સમજી રાખવાનું છે. સંયમ અને તપ વિના અહિંસા પાળી રહ્યા ! આ અહિંસા-સંયમ-તપનો ધર્મ સાધવા માટે સર્વજ્ઞ ભગવાન સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રની આરાધના જરૂરી બતાવે છે. સમ્યગ્દર્શનની આરાધનામાં સુદેવસુગુરુ સુધર્મ પર અનન્ય અને અપરંપાર શ્રદ્ધા બહુમાન તથા સર્વજ્ઞકથિત જીવ-અજીવાદિ તત્ત્વની અને અહિંસા-સંયમ-તારૂપી ધર્મની સચોટ શ્રદ્ધા કરવાની આવે. સમ્યજ્ઞાનમાં એ બધાનાં જ્ઞાન માટે સર્વજ્ઞકથિત શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવાનો આવે. સમ્યક્ ચારિત્રમાં અહિંસા-સંયમ-તપ-ધર્મની આરાધના આવે. આના માટે પાંચ મહાવ્રતનો સ્વીકાર અને પાલન કરવું જોઈએ. આ બધા ધર્મના મૂળમાં વિનયની જોરદાર આરાધના જોઈએ. “વિણય મૂલો ધમ્મો' ધર્મનું મૂળ વિનય છે. અહત્વ બાજુએ મૂકાય તો જ આ વિનય ધર્મ સધાય. | સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવંતો સ્વયં અહિંસા સંયમ તપની સાધના કરી વીતરાગ સર્વજ્ઞ બને છે. પછી ધર્મશાસનની સ્થાપના કરે છે એમાં ધર્મની તથા તત્ત્વો અને મોક્ષમાર્ગની ઓળખ કરાવે છે. એવા જિનેશ્વર ભગવાને કહેલો વિનયમૂલક સમ્યગ્દર્શનાદિરૂપ અહિંસા-સંયમ-તપ પ્રતિપૂર્ણ ધર્મ સર્વ જગતને સુખકારી છે, જન્મ-જરા-મૃત્યુ રાગ-શોક વગેરેનો નાશ કરનારો છે ને અપરિચિત અનંત સુખને આપનારો છે...” કર્મ ! તારી ગતિ ન્યારી