________________
આવકાર
*
* ***
/
૧^^^********
(૫) નગર જેવી માનવકૃત સંસ્થાઓ બહુ ઓછી હોય છે, જેણે લાગણીની અને બુદ્ધિની સરવાણી વહેવડાવી હોય. એક તરફ તેને માનવસિદ્ધિની પરાકાષ્ઠા ગણી શકાય; કારણ નગરમાં માનવસંસ્કૃતિના ઇતિહાસ ફરે છે, તકનિકી કાશલ અહીં વિકસે છે, વિચારોની શાળાઓ અહીં ખીલે છે, કલાના ઉમે અહીં પ્રગટે છે. ટૂંકમાં, માનવ આત્મા ઉચ્ચ શિખરે અહીં સર કરે છે. બીજી તરફ, શહેર અનેક શક્તિઓનું આકર્ષણ છે. તેની એક અસરમાં તે રેગ અને દુઃખ આપે છે, તે બીજી અસરમાં માનવજીવનને સસ્તુ અને મૂલ્યરહિત બનાવે છે.
સામાન્ય રીતે જે સ્થળે જીવનની જરૂરિયાત પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થતી હોય તથા અન્તનું સરખું ઉત્પાદન થતું હોય કે રાજાને પુરવઠો પ્રર્યાપ્ત રીતે મળી રહેતો હોય અને સ્થાયી વસવાટની સગવડ હોય ત્યાં વિવિધ પ્રવૃત્તિઓ માટે માનવ વસાહતે વિકાસ પામે છે. આવા સ્થળે કાળાંતરે નગર તરીકે વિકાસ પામે છે. દરેક નગરે પોતાની ભૂરચના અને જાતિઓ–પ્રજાઓની સંસ્કૃતિને આધારે પોતાના આગવા અસ્તિત્વને વિકાસ કર્યો હોય છે.
જે નગરનું અધ્યયન કરવાનું હોય તેને પ્રત્યક્ષ પરિચય મેળવવા માટેનાં મૂલગત સાધને તપાસવાં જોઈએ અને તેને વિનિયોગ કર જોઈએ. આવાં મૂલગત સાધનો દ્વારા પરીક્ષણ કરવાથી જે તે વિષય સ્પષ્ટ રીતે સમજાય છે. નગરનાં સંશોધનમાં તેની ભૂરચના સ્થળના પુરાવસ્તુઓ અને સાહિત્ય જેવાં સાધનોનો વિનિયોગ થતો હોય છે. આ સાધનની સર્વગ્રાહી તપાસ બાદ નગરના ભૂતકાળ માટે જરૂરી અર્થઘટન કરી શકાય છે. આ ગ્રંથમાં આ બધી બાબતોને ઓછાવત્તા અંશે જેસ પ્રાપ્ત થાય છે.
કેટલાંક નગરે દીઘાયુષી હોય છે અને વૈવિધ્યપૂર્ણ પણે એમના દીર્ઘકાલીન જીવનમાં અસ્તેયનાં વિવિધ પાસાં અનુસૂત હોય છે. પ્રકૃતિને ઉદય સ્થિરતા નાશ પુનર્સજન જે ક્રમ ચાલ્યા કરે છે. આ મુજબ નગરો પણ ઉદ્દભવે છે, એના વિકાસમાં સ્થગિતતા આવે છે. છેવટે નાશ પામે છે અને પછી પુનવિકાસ પણ પામે છે. આવા ! વિવિધ તબક્કાઓમાંથી નગર પસાર થતાં હોય છે. આમ નગરે ઉદ્ગમ વિકાસ સ્થિગિતતા પુનરુધાર અને વિનાશ આદિને ઘટનાક્રમ દર્શાવે છે, આ ઘટનાક્રમમાં કયારેક સ્થળાંતર વિનાશ જીર્ણોદ્વાર વિકાસના વિવિધ તબકકામાં જોવા મળે છે.
આમ પ્રત્યેક નગર એક વ્યક્તિની માફક વતે છે. તેથી તેનું અધ્યયન એક વિશિષ્ટ વ્યક્તિની જેમ કરવું જોઈએ.