________________
ઓછી થાય એના અમેઘ માર્ગો દર્શાવવાની ધમશાસ્ત્રોની પ્રવૃત્તિ હોય છે.
આજે આપણા કેટલાક બંધુઓને બન્ધને ગમતાં નથી. તેઓ કહે છે કે “આ બંધને શાં?” “બધાયમાં સ્વાતંત્ર્ય શા માટે નહિ?” પણ તેઓ ભૂલી જાય છે કે એવું સ્વાતંત્ર્ય તે પશુઓમાં બહયે છે. સ્વચ્છન્દ વર્તનમાંથી અંકુશિત કરી આત્મબળ તરફ લઈ જઈ માનવને અનેક પાર્થિવ પરાભવથી મુકત કરવો એ ધર્મનું લક્ષ્ય છે. મને કબુલ કરતાં ક્ષોભ થતું નથી કે ધર્મ એ, જેને આપણે સ્વાતંત્ર્ય કહીને ખુશી થઈયે છિયે એને નિયામક છે. લગ્ન વડે એ માનવના વિલાસને મર્યાદિત કરે છે, તપના વિધાન વડે એ વિકારને મર્યાદિત કરે છે. પરોપકારના આદેશ વડે લેભ તથા પ્રમાદને મર્યાદિત કરે છે. સત્યના વિધાન વડે વાણને મર્યાદિત કરે છે, દયા વડે હિંસાને મર્યાદિત કરે છે અને અનેક ન્હાનાં નાનાં વિધાન વડે ક્રિયાઓને મર્યાદિત કરે છે. તથાપિ આ મર્યાદાઓની સાધનામાં જ મનુષ્યનું ગૌરવ અને ઉન્નતિ રહેલાં છે. એન્દ્રિય સુખથી પર એવી કઈ આનંદમયી શાન્તિને અર્થે મનુષ્યનું હૃદય તલસે છે; અને ધર્મ એને એ તરફ લઈ જાય છે.
આપણી નવી પાશ્ચાત્ય શિક્ષાએ ગુલામી મનેદશા આયાનું કહેવાય છે. એ બીજાં પ્રકરણોમાં તે ગમે તેટલું વાસ્ત
વિક હોય પણ ધર્મની માન્યતાના વિષયમાં સામર્થ્યની તો એ ટેપી બહુ બંધબેસતી આવે છે. સૈ દામિની આપણે આપણાં શાસ્ત્રોમાં વિધાન, વિવેચન
અને વિજ્ઞાનમાં પશ્ચિમનાં પ્રમાણપત્ર માગિયે છિયે. પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે યુરોપ પણ અત્યારે એવા ઈન્દ્રિયવિજ્ઞાનવાદના પંજામાં છે કે જે બાહ્ય ઇદ્રિચેની ગુલામીમાં બુદ્ધિને રાખે છે; એ એક એવા વમળમાં છે કે એના પિતાના મનનું જ ઠેકાણું નથી; એ એક એવા વ્યામોહમાં છે કે ઉત ભાવનાઓ એનામાં જામી શકતી જ નથી; એ એવા અહંકારના ઉન્માદમાં છે કે માનવ કલ્યાણને પચ્ચમાર્ગ એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org