________________
હેતુથી આધાર માટે મને એ હસ્તલિખિત યાદી આપી, અને અતિશયાક્તિ વગર કહું તો આ ગ્રંથ અલ્પ પ્રયાસે, આટલા વહેલા પ્રગટ કરવામાં કારણભૂત હાય તા તે શ્રી. નગીનદાસભાઇને આભારી છે. તેથી તેમના અને મ્હારા અગાઉના પુસ્તકના આધારથી, તેમજ અન્ય અનેક પુસ્તકાના સાધનથી આ ગ્રંથ તૈયાર થવા પામ્યા છે. આપણું આગમ સાહિત્ય ઘણું વિશાળ છે. તેનાં એકેક શ્લોક પર, એક એક કથા પર વિવેચન કરવા બેસીએ, તેા વર્ષોના વર્ષો પસાર થતાં પણ તેને પાર આવે તેમ નથી. તેમાં એટલુ રહસ્ય, એટલેા અધેા ન્યાય, એટલા બધા ખાધ છે કે ખરેખર શ્રદ્દાવત મનુષ્ય એકેક વિષયને વિચારપૂર્વક મનન કરે, તેા તેનાં હૃદયમાં આનંદની વિચિએ ઉછળી આવે, વીરવાણીની ખૂબીનુ મહત્વ સમજાય, સંસારની અસારતાનું ભાન થાય અને આ જગતમાં સદેહે કરવાં યેાગ્ય કાર્યોનું યથા પણું સમજાય. પરિણામે મનુષ્ય સમ્યક્દ્નાન, દર્શીન, ચારિત્ર અને તપની આરાધના કરી સંસાર પરિત્ કરી શકે; જન્મ મરણનાં દુ:ખાથી મુકત થઈ શકે.
ભ॰ મહાવીરે ઉપદેશેલી વાણીમાંથી શ્રી ગણધર મહારાજાએ એ જીવને સમ્યજ્ઞાન દનની પ્રાપ્તિ માટે અને જનકલ્યાણાર્થે સૂત્રેાની ચાર અનુયાગમાં ગુંથણી કરી છે. (૧) દ્રવ્યાનુયાગ (૨) ગણિતાનુયોગ (૩) ચિતાનુયાગ અને (૪) ચરણ કરણાનુયાગ. તેમાં ચિરતાનુચેાગ સુગમ ાવાથી મનુષ્યની સ્મરણશક્તિ બહુધા જલ્દીથી અને રસપ્રદ રીતે સ્પર્શી કરી શકે છે; એટલું જ નહિ પણ પ્રાયઃ મનુષ્યનું જીવન અનુકરણ કરવા પ્રતિ વધારે દોરાયલું હાઈ, અનુકરણુ માગે વળે છે, અને તેથી તે પેાતાના જીવનની ત્રુટિઓ નિહાળી, તેને સુધારી યથા પુરુષા વડે આત્મહિત સાધે છે. આ કારણે જ આજે જીવનચરિત્રાનાં પુસ્તકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આમાંના એક એક ચિરત્રને ધારીએ તેટલું લખાવી શકાય છે, પરન્તુ એમ કરવા જતાં એક જ ગ્રન્થમાં સંપૂર્ણ માહીતિ આપી દેવાની ઈચ્છા પાર પડી શકે નહિ, તેથી જ સામાન્ય જરૂરિયાતની માહીતિ આપવાના આ ગ્રંથમાં પ્રયત્ન કર્યાં છે.