________________
પ્રસ્તાવના. આજથી બરાબર પાંચ વર્ષ પહેલાં મારા તરફથી જેને સિદ્ધાન્તની વાર્તાઓ ભા. ૧ લો બહાર પડેલો, જેમાં જેનાગમમાં આવેલી ૬૮ ટુંક વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એ અલ્પ પ્રયાસથી પણ જણાયું હતું કે જનરુચિ ભ. મહાવીરના શ્રીમુખે ઉચ્ચારાયલી વાણીનું રહસ્ય જાણવા કેટલી આતુર છે, અને તેની વધુ પ્રતીતિ તો ત્યારે જ થઈ કે ઉપર્યુક્ત પુસ્તક ખલાસ થતાં હજુયે તેની માગણી ચાલુ જ છે. આ દરમ્યાન ધર્મજીજ્ઞાસુ એવા એક વર્ગ તરફથી એક એવા પ્રકારની માગણી થતી કે જેનાગમમાં આવેલો સમસ્ત કથા વિભાગ જનતાની જાણ માટે પ્રકટ કરવામાં આવે, તો ઘણો જ લાભ થાય તેમ છે, એટલું જ નહિ પણ ઘણુઓ સાધુ વંદણ વાંચે છે, મુખપાઠ બોલે છે, પરંતુ તેમાં દર્શાવેલા મહાન આત્માઓની નામાવલી સિવાય, હેમનાં અપૂર્વ, ધાર્મિક અને બોધપ્રદ ચરિત્રની લેશપણ માહીતિ હતી નથી. આથી આ પ્રકારનો જનતાનો વિચાર સ્વપરહિતાર્થે મહને ખૂબજ ઉપયોગી લાગ્યો, અને અનુકુળ સંગો અને સમય પર આ જાતને પ્રયાસ કરવાને મેં નિર્ણય કર્યો.
એવા સમયમાં વીસલપુરવાળા આપણું એક સ્વધર્મીબધુ શ્રી નગીનદાસ હઠીશંગ શાહ (પેન્શનર મહેતાજી) દ્વારા જાણવામાં આવ્યું કે તેઓએ આ જાતનો પ્રયાસ કર્યો છે, અને સમસ્ત આગમ તપાસી તેમાંથી તેઓએ મહાપુરૂષો અને સતીઓનાં ટુંક ચરિત્રોની તારવણી કરી છે. એ હસ્તલિખિત નોંધ તપાસતાં તેમાં મને ઘણી ઉણપ લાગી, ચરિત્રો અધુરાં તથા ભાષાશુદ્ધિની જરૂરિયાતવાળાં જણાયા. આ બધા પ્રકારની ત્રુટિઓ દૂર કરી, સાધારણ રીતે સમજી શકાય, જનતા આગમના કથા સાહિત્યને જાણી શકે, અને સમાજમાં એક સુંદર ગ્રંથ તૈયાર થઈ શકે તેવું હોય તો શ્રી. માસ્તર સાહેબે તેમને પ્રયાસ લેખે લાગે, ઉપકારક બને એ