________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
મથુરાને કંકાલી ઢીલો * * વર્ધમાન નામના વિમાનમાંથી, વીસ સાગરોપમનું આયુષ્ય ભોગવીને એ આયુષ્ય, સ્થિતિ અને ભાવનો ક્ષય થવાથી અવ્યા. એવીને આ જંબુદ્દીપના ભરતક્ષેત્રનાં દક્ષિણાર્ધ ભારતમાં દક્ષિણના બ્રાહ્મણ કુંડનગરની પાસે કેડાલ ગેત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધર ગોત્રવાળી પત્ની દેવનંદા બ્રાહ્મણીના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા. x x x x
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરની હાર્દિક ભકિત કરવાવાળા દેવે, મારો આ પરંપરાગત આચાર છે, એમ વિચારીને વર્ષાઋતુના ત્રીકન મહિનામાં, પાંચમા પખવાડીયામાં આશાવદી તેરસને દિવસે ઉત્તરાફાશુની નક્ષત્રમાં, ૮૨ રાત્રિદિવસ પછી ૮૩ માં રાત્રિદિવસના સમયમાં દક્ષિણના બ્રાહ્મણકુડપુરના સંનિવેશમાંથી લઈને ઉત્તરના ક્ષત્રિયકુંડપુર સન્નિવેશમાં સ્નાતક્ષત્રિય, કાશ્યપગેત્રીય સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની વિશિષ્ટગોત્રવાળી ત્રિશલા નામની પત્નીના ઉદરમાં ગર્ભ મૂક્યો. અને ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાંના ગર્ભને x x x દેવાનંદાની કુક્ષિમાં મૂક્યો. (આ ગર્ભ પુત્રીને હત).
શ્રી કલ્પસૂત્રમાં પણ થોડા ઘણાં ફેરફાર સાથે આ જ પાઠ મળે છે. આવશ્કયક નિયુકિતમાં આ ઘટનાનો ઉલ્લેખ કવિતાબદ્ધ આપ્યો છે, જે ૪પ૦, ૪પ૭ અને ૪૫૮મી ગાથામાં મળે છે. વ્યાખ્યાપ્રાપ્તિ (ભગવતી સૂત્ર) માં ગર્ભપહરણના પ્રસંગને ઉલ્લેખ માત્ર મળે છે. આમલકી-કીડાની ઘટના :
આમલકીકીડવાની વાત બહુ લાંબી છે. પરન્તુ આગમાં એને ઉલ્લેખ સંક્ષેપથી જ મળે છે કલ્પસૂત્રની કલ્પકિરણાવલી નામક ટીકામાં એનું વિશેષ વર્ણન આપેલું છે. એ ઘટના સંક્ષેપમાં આ પ્રમાણે છે:
વર્ધમાન કુમારની ઉમર સાડાસાત વર્ષની થઈ ત્યારે એક વખત તેઓ શહેરના છોકરાઓ સાથે આલમઝી (આંબલી પીંપળીની) ક્રીડા કરી રહ્યા હતા. આ વખતે ઇદ્ર
૧. આ સ્થાન બિહાર અને રીસા પ્રાંતમાં મુંગેર જીલ્લામાં સિકંદરાની પાસે લકવાડાથી બે માઈલ પશ્ચિમે છે. એ ગામને અત્યારે “માહણ” કહે છે. અહી બ્રાહ્મણોની વસતી મોટા પ્રમાણમાં છે.
૨. મુંગેર જીલ્લામાં સિકંદરાથી બે માઈલ દક્ષિણમાં (લી છવી રાજાઓની પ્રાચીન રાજધાની) લકવાડા ગામ છે. ત્યાંથી પહાડી માર્ગથી છ માઈલ દક્ષિણમાં પર્વત ઉપર “ જન્મસ્થાન ” ભૂમિ છે. જેનું પ્રાચીન નામ કુડપુર હતું. પહાડ ઉપર ચઢવાના રસ્તાનું નામ કુંડઘાટ છે. કંડઘાટન પાસેના જ પ્રદેશોમાં ક્ષત્રિયકુંડ સન્નિવેશના પ્રાચીન ખંડેરા પડયા છે. આશ્ચર્યની વાત છે કે ત્યાં પહાડી પ્રદેશ હોવા છતાં ઝાડી- અને પાણી ખૂબ છે. એક બાંધેલે પાકે કુવો છે. અહીંની ઈટે નાલંદાની ઈટોથી મટી છે. જન્મસ્થાનને પહાડી પ્રદેશ અત્યારે પણ ઝાઝાપરખંડાના રાજા ચંદ્રમૌલિના અધિકારમાં છે. આ રાજાનું માનવું છે કે તેઓ નંદીવર્ધન (ભગવાન મહાવીરના ભાઈ) ના વંશ જ છે.
૩. કલ્પસૂત્રની આ ટીકાના કર્તા મહોપાધ્યાય ધર્મસાગર ગણી છે, કલ્પસૂત્ર ઉપર બીજી પણ અનેક ટીકાઓ છે,
For Private And Personal Use Only