Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 197
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાર્વસિદ્ધાન્તની જડ [ નિષધાત્રયી અને ત્રિપદી ] લેખક શ્રીયુત છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. . *લા મહાવીર નિર્વાણ વિશેષાંક” માટે એક લેખ અને બને તે “ભગવાન મહાવીરના ચરિત્ર સંબંધી સાહિત્ય (જૈન, અજૈન, ભારતીય, પાશ્ચાત્ય)” એ લેખ લખી મોકલાવવા માટે શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિના વ્યવસ્થાપક શ્રીયુત રતિલાલ દીપચંદ દેસાઈએ વિજ્ઞપ્તિપત્ર લખેલ, તેને લક્ષ્યમાં રાખીને હું ઉપર્યુક્ત વિષય પરત્વે અત્ર થોડોક ઊહાપોહ કરવા ઈચ્છું છું, પરંતુ તેમ કરવા પૂર્વે આ લેખગત વિવિધ શબ્દોના અર્થ વિષે કેટલોક ફેટ કરું છું. સાર્વ’ શબ્દના બે અર્થે થાય છે: (૧) સર્વ જીવને હિતકારી અને (૨) અરિહંત. આ બંને અર્થે અત્રે પ્રસ્તુત છે. - “સિદ્ધાત” શબ્દના (૧) નિર્ણય, (૨) નિશ્ચિત મત અને (૩) ઉપપત્તિયુક્ત મૌલિક ગ્રંથ એમ ત્રણ અર્થો છે. અને આ ત્રણે અર્થ અત્ર એ છેવત્તે અંશે ગ્રાહ્ય છે. જડ” શબ્દ વિશેષણ તેમજ નામ એમ બંને પ્રકારનો છે. તેમાં વિશેષણરૂપ “જડ” શબ્દનો અર્થ “ચૈતન્યરહિત” એ થાય છે અને તે અત્ર અપ્રસ્તુત છે. નામ રૂપ “જડ' શબ્દના (૧) જડમૂળ, (૨) ખીલી અને (૩) નારીના નાકનું ઘરેણું; એમ ત્રણ અર્થે થાય છે અને એ ત્રણે અર્થે અત્ર ઘટાવી શકાય તેમ છે. આ પ્રમાણે લેખનો અવયવાર્થ વિચારી હવે સમુદાયાથે વિચારીશું તો જણાશે કે શિલેખના નીચે મુજબ અર્થ થઈ શકે છે: (૧) સર્વ જેને હિતકારી સિદ્ધાન્તનું મૂળ, (૨) અરિહંતના નિશ્ચિત મતનું ૧. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિકૃત અભિધાનચિન્તામણિ નામની નામમાલાના પ્રથમ કાંડના ૨૫મા પદ્યમાં “અરિહતના પર્યાયરૂપે “સાર્વ શબ્દ આપેલો છે: યાદ્વાચમચસાઃ સર્વજ્ઞ સર્વવિદિન સુંવાવિવધિઃપુવોત્તમવીતરાપ્ત: ૨૫ .” આની પત્ત નિવૃત્તિના ૧૦મા પૃ૪માં કહ્યું છે કે –– “ચઃ પ્રાણપ્યો તિઃ સર્વઃ સર્વીય દૃષિ “સર્વોrો વા' (૭–૧-૪૩) તિ વાળા.” “સાર્વ' એ “સત્ર ' શબ્દનું સંસ્કૃત રૂપાંતર છે અને “નમો ઢોઇ સવ્વસાહૂણં”ને અર્થ સૂચવતાં એ રૂપાંતરને નિર્દેષ કરાય છે. જુઓ મેં સંપાદિત કરેલ અનેકાર્થ રત્નમંજૂષાગત પ્રથમ સ્મરણ (પૃ. ૫) . “સાર્વ' શબ્દનો અર્થ “અરિહંત” થાય છે એ વાતની વાચનાચાર્ય શ્રી સાધુસુંદરગણીકૃત શબ્દરત્નાકર (ક. ૧. લે. ૩) પણ સાક્ષી પૂરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231