Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 226
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના નામ --- -- શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક અર્થાત તેરમી સદીની શરૂઆતથી લઈ પંદરમી સદીના મધ્યકાલ પર્વતના લેખો તે અત્યારે મુંડસ્થલના ખંડિત મંદિરમાં વિદ્યમાન છે. આ પ્રદેશમાં મહાવીર પ્રભુનું મહામ્ય ઘણું છે—હતું. એ વાતની તે નાદિયાના મંદિરમાં મૌર્યકાલીન લેખવાળી જિન-પ્રતિમાઓ સાક્ષી પૂરે છે. અહીં એમનું આટલું બધું મહત્વ શા માટે હતું એ પ્રશ્ન સ્વાભાવિક થાય છે, જેના સમાધાનમાં પ્રભુ મહાવીર આ ભૂમિમાં પધાર્યા હતા, તેથી ભક્તજનોએ તેમની યાદગીરીમાં આ મંદિર બનાવ્યાં છે, એમ લાગે છે. આ તીર્થધામો અર્વાચીન નથી, પણ ઓછામાં ઓછા મૌર્યકાલ પહેલાંનાં છે. હવે પ્રાચીન ગ્રંથનાં પ્રમાણ જોઈએ – વિવિધ તીર્થક૫” માં શ્રી જિનપ્રભસૂરિજી ચોરાશી મહાતીર્થોનાં નામો આપે છે; તેમાં દેવાર્ય શ્રી મહાવીર ભગવાનનાં પ્રાચીન ચે-તીર્થરૂપ સ્થાને ક્યાં ક્યાં હતાં તેનાં નામે આપે છે અને તેમાં આ મુંડસ્થલનો પણ ઉલ્લેખ કરેલો છે. જુઓ – “મોઢેર, વાય, વેકે, ના, પરિયો, મનુ, મુખ્યસ્થ, શ્રીમાને, उपकेशपुरे, कुण्डग्रामे, सत्यपुरे, टङ्कायां, गंगाढदे, सरस्थाने, वीतभये, चम्पायां, अपापायां, पुंडूपर्वते, नन्दिवर्द्धन-कोटिभूमौ वीरः । वैभारादौ, राजगृहे, कैलासे, श्रीरोहणाद्रौ श्रीमहावीरः " –શ્રીમાન નિઝનીલાવિત વિવિધતીર્થ, પૃ૮૬. ભગવાન મહાવીર પછી ૩૭ મા વર્ષે મુંડસ્થલમાં શ્રી વીરત્ય બન્યું હતું, એનું એક છેલ્લું પ્રમાણ આપી આ લેખ હું સમાપ્ત કરીશઃ अब्बुअगिरिवरमूले, मुंडथले नंदीरुख्ख अहभागे ॥ સ્થાઝિવીરો,સવારીનો દિનો પરિમં ૧૭ || तो पुन्नराय नामा, कोइ महप्पा जिणस्स भत्तिए कारइ पडिमं वरिसे सगतीसे वीरजम्माओ ॥ ९८ ॥ किंचूणा अट्ठारस वाससया एय पवरतिथ्थस्स ॥ तो मिछ (च्छ ) घणसमीरं थुणेमि मुंडथले वीरं ॥ અંચલગચ્છીય મહેન્દ્રસૂરિકૃત અષ્ટોતરી તીર્થમાલા, અંચલગચ્છીય પ્રતિક્રમણુસૂત્ર પૃ. ૮૧ આમાં તે મહેન્દ્રસૂરિજી સ્પષ્ટ લખે છે કે મહાવીર પ્રભુના ૩૭ મા વર્ષે અહીં મંદિર બન્યું. અહીં છદ્મસ્થ કાલમાં પ્રભુ પધાર્યા હતા. ઉપસંહાર : સુજ્ઞ વાચકે બરાબર ન્યાય દષ્ટિથી વાંચશે તો તેમને પૂરેપૂરી ખાત્રી થશે જ કે મુંડસ્થલનું જિનમન્દિર અતિશય પ્રાચીન અને એક તીર્થરૂપ છે. વિદ્વાન ઈતિહાસ પ્રેમીઓને સાદર વિનંતી છે કે આ વિષયમાં બરાબર ચર્ચા કરી, પ્રમાણે રજુ કરી ન્યાયસંગત માર્ગ ગ્રહણ કરે અને જૈન સમાજના ધર્મપ્રેમી મહાનુભાવોને આ પ્રાચીનતમ તીર્થધામને પુનરુદ્ધાર કરવાને ઉપદેશ આપે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231