________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
-
--
-
-----
-
-
~
३४४
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક
तथा श्रे० जेजा उ० खांखण तथा फिलिणिग्रामवास्तव्य-श्रीमाल ज्ञा० वापल, गाजल, प्रमुख गोष्टि (ष्ठि) काः । अमीभिस्तथा सप्तमीदिने श्रीनेमिनाथदेवस्य पंचमाष्टाह्निकाम (૨૦) ટ્રોસવઃ ાર્ય.”
આબુ ભાગ રજો અર્થાત ૧૨૮૭ પહેલાં તો મુંડસ્થલની મહાતીર્થ તરીકેની ખ્યાતિ ગુજરાતમાં ખૂબ હતી.
મહામંત્રી વસ્તુપાલ બીજા કોઈ પણ ગામને મહાતીર્થની ઉપમા નથી આપતા; અને મુંડસ્થલને મહાતીર્થ તરીકે સંબોધે છે, એમાં સ્વાભાવિક પ્રશ્ન ઉઠે છે. યદ્યપિ મુંડસ્થલને મહાતીર્થના સંબોધનવાળું સૌથી પ્રાચીન પ્રમાણ અત્યારે તે આ જ લેખ છે. આ સિવાય પ્રાચીન ગ્રંમાં કે શિલાલેખમાં આ સંબંધી કાંઈ પણ ઉલ્લેખ હશે; પણ તે પ્રમાણ હજી અમારા જોવામાં આવેલ નથી. પરંતુ ૧૨૮૭ પહેલાં મુંડસ્થલ મહાતીર્થની ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યું હતું; એ તે નિર્વિવાદસિદ્ધ છે.
મુંડલિને મહાતીર્થ તરીકેનું બિરુદ મળ્યાનું મુખ્ય કારણ એક જ છે કે પ્રભુ મહાવીર દીક્ષા લીધા પછી પાંચમા વર્ષમાં અહીં પધાર્યા હતા અને ત્યારપછી બે વર્ષે એટલે પ્રભુ મહાવીરના ૩૭ મા વર્ષમાં, અહીં પ્રભુ પધાર્યાની યાદગીરીમાં; આ પુનિત ભૂમિમાં વીર પ્રભુનું ચિત્ય – મંદિર બનાવવામાં આવ્યું હતું. આ માન્યતાને પુષ્ટ કરનાર એક લેખ મળે છે. જે આ પ્રમાણે છે.
(१) पूर्व छद्मस्थकालेऽर्बुदभुवि यमिनः कुर्वतः सद्विहारं (३) श्रीदेवार्यस्य यस्योल्लसदुपलमयी नूर्णराजेन राज्ञा श्रीके (४) शो सुप्रतिष्ठः स जयति हि जिनस्तीर्थमुंडस्थलस्थः । सं. १४२६ (२) सप्तत्रिंशे च वर्षे वहति भगवतो जन्मतः कारितार्हच । (૧) .............સંવત વીરગમ ૩૭ (६) श्रीवीरजन्म ३७ श्रीदेवा. जा २. पुत्र xx धूकारिता
આ લેખ અત્યારે મુંડસ્થલના પ્રાચીન ખંડેર ઉપર ઉભેલા જિનમંદિરના ગભારા ઉપર ઉત્તરાંગમાં કરેલું છે. મંદિર પૂર્વાભિમુખ છે.
આ લેખ ઉપરથી ફલિતાર્થ એ નીકળે છે કે વીર પ્રભુને ૩૭ મા વર્ષે અહીં મંદિર બન્યું હતું. પરંતુ ત્યાર પછી મંદિર જીર્ણ થતાં જીર્ણોદ્ધાર પણ થતા ગયા. તેમાં સં. ૧૪ર૬ માં મંદિર વધુ જીણું થયું અને લગભગ ફરી જ કરવું પડ્યું હોય; તે વખતે જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવ શ્રાવકે મૂળ લેખની કેપી – નકલ કરાવી મૂળ ગભારા ઉપર લેખ કેતરાવ્યો : જે આપણને આજે જોવા મળે છે. આમાં રહેલ
દેવાર્ય ' શબ્દ આ લેખની પ્રાચીનતા ઉપર વધુ પ્રકાશ પાડે તેમ છે. * મુંડસ્થલમાં મહાવીર ભગવાનનું સુંદર ચૈત્ય – ૧૪ર૬ પહેલાં પણ હતું, એના છેડા પુરાવા - પ્રમાણે આપણે જોઈએ,
For Private And Personal Use Only