________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાતીર્થ મુંડસ્થલ
લેખક :મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી.
ભગવાન મહાવીરનાં છઘWકાલીન વિહાર સ્થળે માટે આજે અનેક પ્રકારના મતભેદે છે. કોઈ કહે છે કે મહાવીર પ્રભુ રાજપુતાના, ગુજરાત, અને સૌરાષ્ટ્ર આદિ પ્રાંતમાં નથી આવ્યા. જ્યારે કેટલાક કહે છે કે પ્રભુ સિધ્ધાચલજીની ફરસનાએ આવ્યા હતા, અને તે સમયે તેમણે ઉપર્યુકત ભૂમિની પણ ફરસના કરી હતી. કેટલાએક એમ કહે છે કે પ્રભુ લાઢા દેશમાં ગયા છે, જ્યાં પરમાત્માને અનેક ઉપસર્ગો થયા છે. આ લાઢા દેશ તે ગુજરાતને લાટ દેશ છે. પરંતુ લાઢા દેશ એ જ લાટ દેશ છે એ માન્યતામાં ઘણું મતભેદો છે. લોઢા દેશ બંગાળમાં પણ છે.
કલિકાળસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પર્વ દશમામાં શ્રી વીરચરિત્ર છે. એમાં ચોથું ચોમાસુ પૃચંપામાં કરી; આ દેશમાં વિચરી, નિકાચિત કર્મોને ખપાવવા વીરપ્રભુ અનાર્ય દેશમાં વિચરે છે, અને ત્યાંથી લાટ દેશમાં પણ જાય છે. આ બંને રથાનોમાં ઘણું ઉપસર્ગો સહી પ્રભુ ત્યાંથી વિહરી ભદ્દીલપુરમાં આવી પાંચમું ચતુર્માસ ત્યાં કરે છે. આ વિહાર લાંબો છે. આ વિહાર દરમ્યાન વચ્ચે કયાં કયાં વિચર્યા તેને પુરતો ખુલાસે નથી; પરન્તુ સિદ્ધાચલની ફરસના કરી પુનઃ ત્યાં પહોંચી ગયા હોય તો એ બનવા જેવું લાગે છે. મારા આ કથનની પુષ્ટિ માટે વિદ્વાન મહાકવિરાજ શ્રી વીરવિજ્યજી મહારાજનું વચન હું આપું છું:
“નેમ વિના તેવીસ પ્રભુ આવ્યા વિમલ ગિરી દ” આ ઉપરથી તે શ્રી વિરપરમાત્મા સિદ્ધાચલજીની ફરસનાએ પધાર્યા છે એમ જણાય છે. છતાંય આ વાત સ્વીકારવા માટે બીજા વધુ પુરાવાની ખૂબ જરૂર છે જ !
ભગવાન મહાવીર આબુ સુધી આવ્યાનું એક સજજડ પ્રમાણ મળે છે.
આબુની તલેટીમાં મુંડસ્થલા નામનું એક ગામ છે. જે ખરેડીથી પશ્ચિમે ચાર માઈલ દૂર છે. આ ગામ અત્યારે તે તદ્દન નાનું ગામડું જ છે. ગામ બહાર પ્રાચીન સુંદર ભવ્ય જિનમંદિર ખંડેર રૂપે ઊભું છે. જેના દર્શન શ નમૂર્તિ, સાહિત્યપ્રેમી મુનિરાજ શ્રી જયતવિજયજી મહારાજની સાથે અમે કર્યા હતાં. એ ભાંગેલું ટુટેલું જિનમંદિર પિતાની પ્રાચીન ભવ્યતા અને મહત્તાને સૂચિત કરે છે. એક સમય એ હતું કે મુંડસ્થલા મહાતીર્થ લેખાતું. ત્યાંના જૈનોએ આબુ ગિરિરાજનાં ભવ્ય જિનમંદિરોમાં પોતાની પ્રેમપૂજાનાં પુષ્પો ભકિતભાવે સમય છે, જેનો ઉલ્લેખ આબુના શિલાલેખોમાં મળે છે. મુંડસ્થલમાં ધનાઢય, જિનવરેન્દ્રોપાકે શ્રાવકે વસતા;
For Private And Personal Use Only