________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાતીર્થ મંડસ્થલ
૩૪૩
આબુ ગિરિરાજનાં મંદિરો – વસ્તુપાલ તેજપાલનાં મંદિરોની પૂજા ઉત્સવમાં ભાગ લેતા અને મંદિરની વ્યવસ્થા પણ કરતા. પાઠકની ખાત્રી માટે હું થોડા પ્રમાણે નીચે આપું છું -
” આબુમાં લુણગવસતી નામનું સુન્દર જિનમંદિર છે. તેમાં એક વિશાલ પ્રશસ્તિ લેખ છે. એની નજીકમાં જ એક બીજે મેટો લેખ છે; જેમાં આ મંદિરનું
વ્યવસ્થાપત્ર આલેખ્યું છે. જે આ પ્રમાણે છે-- “સંવત ૧૨૮૭ લૌકિક ફા. વ. ૩ | (દેવકીય ચૈત્ર વદિ-૩) રવિ દિને મંત્રી તેજપાલ પત્ની અનુપમાદેવીએ પુત્ર લુણસિંહના પુણ્ય-યશ માટે દેઉલવાડા – (દેલવાડા)માં લુણસિંહવસતી નામનું નેમિનાથ ચિત્ય કરાવ્યું અને નાગૅદ્રગછીય શ્રી વિજયસેનસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. તેનું ટ્રસ્ટ તથા વ્યવસ્થા આ પ્રમાણે છે.”
પ્રત્યેક વર્ષે પ્રતિષ્ઠાના સપ્તાહમાં કાયમ ખાતે અઢાઈ મહોત્સવ કરવો, જેમાં ચંદ્રાવતી, ઉંબરાળી અને કીસરઉલીના શ્રાવકેએ ફા. વ. ૩ ને દિવસે કાસદના શ્રાવકોએ ફા. વ. ૪ ને દિવસે બ્રહ્માણના શ્રાવકોએ ફા. વ. ૫ ને દિવસે; ધઉંલના શ્રાવકે એ ફા. વ. ૬ ને દિવસે, મુંડસ્થલ મહાતીર્થના તથા ફીલીણના શ્રાવકે એ ફા. વ. છે ને દિવસે; હંડાઊદ્રા અને ડબાણીનાં શ્રાવકે એ ફા. વ. ૮ ને દિવસે મડાહના શ્રાવકેએ ફા. વ. ૯ને દિને; તેમજ સાહિલવાડના શ્રાવકેએ ફા. વ ૧૦ ને દિવસે મહેસૂવ કરે. દેલવાડાના શ્રાવકોએ શ્રી નેમિનાથજી ભગવાનના પાંચે કલ્યાણકને ઉત્સવ કરો.”
“ચંદ્રાવતી નરેશ સોમસિંહદેવ, યુવરાજ કાન્હડ; ભટ્ટારક, બ્રાહ્મણ, મહાજન, આશ્રમ તથા બાર ગામની પ્રજાએ રંગમંડપમાં બેસી તેજપાલ પાસે માંગણી કરી આ વ્યવસ્થા નિરધારી છે. આ દરેકના વંશવારસદારોએ આચંકા કાળ સુધી આ વચન પાળવું.”
ઉપર સૂચવેલ ચંદ્રાવતી નરેશ સેમસિંહે આબુના નેમિનાથજીના મંદિરના પૂજા ખર્ચ માટે “ડબાણી” ગામ ભેટ આપ્યું છે. જે તેની પરંપરાના રાજાઓએ પણ પાળવાનું છે.”
સાહિત્યપ્રેમી મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજી સંપાદિત.
આબુ” પ્રથમ ભાગ, પૃ. ૧૦૨-૩–. ઉપર્યુક્ત દરેક ગામોના મુખ્ય મુખ્ય શ્રાવકોનાં નામ પણ તે લેખમાં આપેલાં છે. તે બધાનાં નામે ન આપતાં પ્રસ્તુત લેખને ઉપયોગી મંડલ મહાતીર્થના તથા ફિલિણના શ્રાવકેનાં નામ અહીં રજુ કરું છું.
(१८) तथा मुंडस्थलमहातीर्थवास्तव्य-प्रागपाटज्ञातीय । (१९) श्रे. संधीरण उ० गुणचंद्र, पान्हा तथा श्रे. सोहीय उ० आश्वेसर
૧ આ બધાં ગામો તે વખતે કેવાં સમૃદ્ધિશાલી અને ભક્તિસંપન્ન હશે; તેની ઝાંખી આ ઉ૫રથી થાય છે. ઉપર્યુક્ત દરેક ગામોમાં તે વખતે સવાલે, પોરવાલે અને શ્રીમાની પૂરેપૂરી વસતી હશે, અને તે બધા સુખી ને ધર્મપ્રેમી હશે,
For Private And Personal Use Only