Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 198
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક મૂળ. (૩) જૈન મતનું મૂળ, (૪) જૈન આગમોનું મૂળ (૫) જૈનદષ્ટિરૂપ નારીને નાકનું ઘરેણું અને (૬) જૈનશાસ્ત્રસહિંતારૂ સન્નારીના નાકનું ઘરેણું. આ પ્રમાણે વિવિધ અર્થોવાળા શિરો લેખથી હું જૈનદર્શનની મુખ્ય ચાવી (master-key) અને આગામોની ઉત્પત્તિનું બીજ એ મુખ્ય અર્થને અનુલક્ષીને વિચાર કરવા ઈચ્છું છું. અત્યાર સુધીમાં અનંત કાલચક્રે વ્યતીત થઈ ગયાં અને એ દૃષ્ટિએ અનંત અરિહંત થઈ ગયા. આ પ્રત્યેક અરિહંતના ગણધરદેવોએ દ્વાદશાંગીઓ રચી, પરંતુ આજે આસનોપકારી, ચરમ જિનેશ્વર, શ્રમણ ભગવાન મહાવીરના પંચમ ગણધર શ્રી સુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને અમુક જ ભાગ ઉપલબ્ધ છે. તેમ છતાં એ વાત નિર્વિવાદ છે કે આ તમામ દ્વાદશાંગીનું મૂળ એક જ છે – અર્થથી એમાં કશે ભેદભાવ નથી. દ્વાદશાંગીરૂપ અંગપ્રવિષ્ટ શ્રુતની રચના કેવી રીતે થાય છે તે વિચારવાથી આ હકીકત સ્પષ્ટ સમજાય તેમ છે, એટલે એ અત્ર રજુ કરવામાં આવે છે. ગણધરદેવ ભાગવતી દીક્ષા અંગીકાર કર્યા બાદ દેવાધિદેવ તીર્થકરને પ્રણિપાત કરી “ િત” એમ પ્રશ્ન કરે. એનો ઉત્તર “gફ વા” એમ તીર્થકર આપે. ત્યારબાદ ફરીથી પગે લાગી ગણુ ધરદેવ ફરીથી “વિંદ તત” એમ પૂછે, એનો ઉત્તર તીર્થંકર દિવા ” એમ આપે. એટલે ત્રીજી વાર પગે પડી ગણધરદેવ “જિં તત્ત” એમ એને એ જ પ્રશ્ન કરે, એનો ઉત્તર તીર્થકર “પુરૂ વા” એ આપે. આ પ્રમાણેના પ્રભુને પગે પડીને ગણધરદેવે પૂછેલા ત્રણ પ્રશ્નો કે જે “ત્રણ નિષઘા ના નામથી ઓળખાવાય છે, એ નિષઘાત્રયીથી અને એના ઉત્તરરૂપ ત્રિપદીથી ગણધરદેવને ગણધરનામકર્મનો ઉદય થાય અને ઉત્કૃષ્ટ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય. તેમ થતાં ગણધરદેવ સૌથી પ્રથમ ચૌદ પૂર્વો (પૂર્વગત) રચે અને ત્યારબાદ આચાર આદિ અગિયાર અંગે રચે. આ ઉપરથી જોઈ શકાશે કે “નિષદ્યાત્રયી” એ સાર્વ–સિદ્ધાન્તની જડ છે, અને એક રીતે વિચારતાં તીર્થકરે આપેલ ઉત્તર કે જે “ત્રિપદી'' ના નામથી ઓળખાય તે સાર્વ ૨. સિદ્ધચક (વ. ૪, અં. ૧૭, પૃ. ૪૦૨-૩)માં આ હકીકત ગુજરાતીમાં અપાયેલી છે. ૩. વિંદ તત્તે રૂપ પ્રશ્ન એ એક નિષદ્યા ગણાય છે. આ પ્રમાણે કુલ નિષદ્યા ત્રણ છે. ૪. ઉપલક્ષણથી, બારમાં અંગરૂપ દષ્ટિવાદના પરિકર્માદિ ચારની રચના પણ ઘટાવી લેવી. આ સંબંધમાં આગમારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિજીએ સિદ્ધચક (વ. ૪, અં. ૧૭, પૃ. ૪૦૨) માં કહ્યું છે કે “ પૂર્વ ગત શ્રતને અધ્યયન કરવાની અનુકૂળતા પડે માટે, જેમ વ્યાકરણશાસ્ત્રમાં પ્રથમ સંજ્ઞા વગેરે પ્રકરણે કરવાં પડે છે તેમ પરિકર્મ અને સૂત્રોની રચના કરવી પડે છે. પછી પૂર્વેની વ્યાખ્યાશૈલી આદને માટે, વર્તમાન સૂત્રની વ્યાખ્યા માટે જેમ અનુગદ્વાર ગણાય છે તેવી રીતે, પૂર્વાનુયોગની રચના ગણાય, અને જેથી દશવૈકાલિક, આચારાંગ યાવત પંચપરમેષ્ટિ નમસ્કાર આદિ સૂત્રોમાં ચૂલિકાઓ હોય છે, તેવી રીતે પૂર્વગતના અંતમાં તે તે પૂને અંગે જે જે ચૂલિકાઓની જરૂર હોય તે રચાય.” ૫. ૩qને વા, વિદ્યા અને પુર્વે વા એ દરેકને ‘પદ ' કહેવામાં આવે છે. અને એથી એ ત્રણેના સમૂહને “ત્રિપદી ” કે “પદત્રયી ” કહેવામાં આવે છે. એ પ્રમાણે ચિં તતે એમ ત્રણ વાર પૂછાયેલા પ્રશ્નને પ્રશ્ના ” કહેવામાં આવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231