________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક પ્રદેશેદયની વ્યાખ્યા:
બંધાયેલું કર્મ સ્વરૂપે (પિતાના સ્વભાવે) ઉદયમાં આવે છે તે રદય અનુભાગેદય અથવા વિપાકેદય કહેવાય, અને સ્વરૂપે ઉદયમાં નહિ આવતાં પરરૂપે એટલે ઉદયવતી પ્રકૃતિમાં સંક્રમીને પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવે તો તે પ્રદેશોય અથવા સ્તિબુકસંક્રમ કહેવાય. અથવા જેવા તીવ્ર રસે (સવ તિરૂપે) કર્મ બંધાયું હોય તેવા તીવરસે (સર્વ ધાતિરૂપે) ઉદયમાં ન આવતાં અતિમંદ રસરૂપે અર્થાત દેશદ્યાતીરૂપે થઈ ઉદયમાં આવે તો તે ઉદય જો કે રસોદય છે તો પણ પ્રદેશદય સર અને યોપશમ ભાવની ગણત્રીમાં આવનાર છે એમ જાણવું.
શંકાઃ –બંધાયેલું કર્મ સ્વરૂપે ઉદયમાં ન આવતાં પરરૂપે ઉદયમાં આવવાનું કારણ શું? જ્યાં સુધી સ્વરૂપદયને અવકાશ ન મળે ત્યાંસુધી ઉદયરહિત કેમ ન વ ?
સમાધાનઃ – જે કર્મની અબાલાસ્થિતિ થઈ હોય તે કર્મ કાઈ પણ પ્રકારે ઉદયમાં આવી નિર્જરવું જ જોઈએ એવો અવશ્ય નિયમ છે, માટે અબાધાસ્થિતિ સમાપ્ત થતાં જો વિરોધી પ્રકૃતિને તે વખતે ઉદય ચાલુ હોય તો પિતે વિરોધી પ્રકૃતિમાં સંક્રમીને (એટલે વિરોધી પ્રકૃતિરૂપે પરિણમીને) પણ ઉદયમાં આવે અને વિરોધ પ્રકૃતિને ઉદય બંધ પડતાં તે કર્મસ્વરૂપે જ ઉદયમાં આવે, અથવા વિરોધી પ્રકૃતિને કદાચ ઉદય ન હોય પરંતુ સ્થાન જ સ્વરૂપદયને અયોગ્ય હોય તો પણ પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવવું જ જોઈએ – એવા નિયમને અનુસરીને કર્મ પ્રદેશોદયરૂપે અથવા તો રસોદયરૂપે પણ ઉદયમાં તે આવવું જ જોઈએ, કારણ કે અબાલાસ્થિતિ સમાપ્ત થઈ છે માટે.
શંકા – હવે એ બાબત સમજાય છે કે અબાલાસ્થિતિ સમાપ્ત થયે કર્મને ઉદયમાં આવ્યા વિના તે છુટકો જ નથી, અને તે સ્વરૂપે (વિપાકોદયથી) અથવા પરરૂપે (પ્રદેશદયથી) પણ ઉદયમાં તે આવવું જ જોઈએ, પરંતુ તે પ્રમાણે વિચારતાં તે ક્ષયોપશમભાવ સિવાયની બીજી પણ અનેક પ્રકૃતિઓ પ્રદેશોદયથી પણ ઉદયમાં આવવી જ જોઈએ.
સમાધાનઃ -- હા, કૃદયી સિવાયની સર્વ અધ્રુદયી પ્રકૃતિ પ્રદેશોદયથી અને રોદયથી એમ બંને પ્રકારે ઉદયમાં આવી શકે છે, અને ધ્રુવોદયી પ્રકૃતિનો તો રોદય દ્રવ હોવાથી હંમેશાં રસોદયથી જ ઉદયમાં આવી શકે છે. જેમ જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓ ધ્રુદયી હેવાથી હંમેશા રદયવાળી છે, અને જિનનામ આહારદિક આદિ પ્રકૃતિઓ અધુવોદયી હેવાથી અન્તર્મુહૂર્નાદિ અબાધાસ્થિતિ પૂર્ણ થયે પ્રદેશય, અને તેવા પ્રકારની અવસ્થા પ્રાપ્ત થતાં રોદયવાળી પણ વર્તે છે. ક્ષપશમમાં ક્ષય-ઉપશમની સ્પષ્ટતા:
શંકા – અહીં ક્ષોપશમભાવ સમજો ઈષ્ટ છે, તે તે ક્ષે પશમભાવવાળી ૩૮ પ્રકૃતિમાં ક્ષય શું? અને ઉપશમ શું? તેમજ પ્રદેશદયને સંબંધ કેવી રીતે? તે સ્પષ્ટ રીતે સમજાવો કે જેથી તે પ્રકૃતિએને ક્ષય અને ઉપશમ થવાથી ૧૮ પ્રકારના ક્ષપશમભાવ થાય છે તે પણ સ્પષ્ટ સમજાય,
For Private And Personal Use Only